Site icon Revoi.in

પ.બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસામાં CBI એક્શનમાં, નોંધી 34 ફરિયાદો

Social Share

નવી દિલ્હી: પશ્વિમ બંગાળમાં ચૂંટણી બાદ ભાજપના કાર્યકરો પર હિંસાની અનેક ઘટનાઓ બની હતી. ભાજપના કાર્યકરોને ટાર્ગે કરીને થયેલી હિંસામાં CBI દ્વારા અત્યારસુધીમાં 3 ડઝન ફરિયાદો નોંધવામાં આવી છે અને ગુરુવારે બીજી ત્રણ ફરિયાદો નોંધી છે. આમ CBI દ્વારા અત્યારસુધીમાં બંગાળ હિંસામાં 34 ફરિયાદો દાખલ કરવામાં આવી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર CBI દ્વારા વિવિધ જીલ્લાઓમાં હિંસાથી પ્રભાવિત લોકોની મુલાકાત કરવામાં આવી રહી છે. બીજી તરફ મમતા બેનર્જીની સરકારે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી છે અને હિંસાના મામલામાં કોલકાતા હાઇકોર્ટે આપેલા આદેશને પડકાર્યો છે.

નોંધનીય છે કે, હાઈકોર્ટે બંગાળ હિંસાની સીબીઆઈ તપાસ માટે આદેશ આપ્યા બાદ સીબીઆઈની ટીમો રાજ્યમાં એક્શનમાં આવી ચુકી છે. જેની સામે હવે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે. હાઈકોર્ટે સીબીઆઈ અને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને બંગાળમાં થયેલી હિંસાની તપાસ કરીને 6 અઠવાડિયામાં રિપોર્ટ સુપરત કરવા માટે આદેશ આપેલો છે.