Site icon Revoi.in

રસીકરણ અભિયાન: દેશના 80 ટકા ભારતીયો કોરોનાની વેક્સિન લેવા તૈયાર: સર્વે

Social Share

નવી દિલ્હી: સમગ્ર દેશમાં રસીકરણ અભિયાનની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે કોરોનાના રસીકરણના અભિયાનને લઇને એક સર્વે હાથ ધરવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને એક સર્વેનો હવાલો આપતાં કહ્યું કે, 80 ટકા ભારતીય કોરોનાની વેક્સિન લેવા માટે તૈયાર છે. જેનાથી એક વાત સ્પષ્ટ છે કે દેશના નાગરિકોને મોદી સરકાર અને વૈજ્ઞાનિકો પર વિશ્વાસ છે. વિશ્વના 28 દેશોને આ સર્વેમાં આવરી લેવામાં આવ્યા હતા.

સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન અનુસાર કોવિડ વેક્સિનેશનમાં પાછળ રહેવા માગતા નથી ભારતીયો. વિશ્વના 28 દેશોમાં કરાયેલા EdelmanPR Trust Barometer Survey 2021 અનુસાર, વેક્સિન પર સૌથી વધુ વિશ્વાસ ભારતીયોને છે. દેશના 80 ટકા ભારતીય વેક્સિન લગાવવા માટે તૈયાર છે. આ વિશ્વાસ છે મોદી સરકાર અને દેશના વૈજ્ઞાનિકો પર.

આ સર્વે અનુસાર, ભારતમાં  80%, યુકેમાં 66%, જર્મનીમાં 62%, અમેરિકામાં 59% અને રુસમાં 40% લોકો કોરોના વેક્સિન લગાવવા માગે છે.

નોંધનીય છે કે હવે જ્યારે સમગ્ર દેશમાં કોરોનાનું રસીકરણ અભિયાન શરૂ થઇ ચૂક્યું છે ત્યારે આશા છે સમગ્ર દેશમાં આગામી સમયમાં કોરોનાનું સંક્રમણ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી જશે અને ભારત કોરોના મુક્ત દેશ બનશે.

(સંકેત)