Site icon Revoi.in

લદ્દાખ મોરચે આકરી ઠંડીથી ચીની સૈનિકો પરેશાન, ચીને 90% સૈનિકોનું રોટેશન કર્યું

Social Share

નવી દિલ્હી: પૂર્વ લદ્દાખમાં ભારતે અને ચીનની સેનાએ પોતાના સૈનિકો ખડક્યા છે. જો કે ચીને તૈનાત કરેલા સૈનિકો આકરી ઠંડી સહન કરવામાં નિષ્ફળ રહ્યા છે. જેના કારણે ચીનની સેનાએ પોતાના 90 ટકા સૈનિકોનું રોટેશન કર્યું છે.

ગત વર્ષે એપ્રિલ અને મે માસ દરમિયાન ચીને લદ્દાખ મોરચે પોતાના 50,000 સૈનિકો સરહદની નજીક ખડક્યા હતા. બીજી તરફ ભારતીય સેના પણ સજાગ રહીને ચીનની દરેક કરતૂતો પર નજર રાખી રહ્યું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લા 1 વર્ષમાં ચીને પોતાના 90 ટકા સૈનિકોનું રોટેશન કર્યું છે. જેનું કારણ ઉંચાઇવાળા વિસ્તારોમાં પડતી જોરદાર ઠંડી અને અન્ય પડકારો છે.

પેંગોગ લેક પાસે જ્યારે ચીની સૈનિકો હતા ત્યારે તેમને ઉંચાઇવાળી ચોકીઓ પર રોજ રોટેટ કરવામાં આવી રહ્યાં હતા.

બીજી તરફ ભારત માટે ગર્વપૂર્ણ બાબત એ છે કે ભારતીય સૈનિકોને ઠંડીમાં ફરજ બજાવવાનો બહોળો અનુભવ છે અને તેઓ શારીરિક રીતે પણ વધુ ખડતલ અને સજ્જ છે. દર વર્ષે ભારત 50 ટકા જેટલા સૈનિકોનું જ રોટેશન કરે છે અને ITBPના જવાનો તો ક્યારેક બે વર્ષ સુધી પણ પહાડી વિસ્તારોમાં ફરજ પર હોય છે.

નોંધનીય છે કે, ભારતીય સેના પણ અહીંયા ગયા વર્ષથી તૈનાત છે. તાજેતરમાં જ સેનાના વરિષ્ઠ અધિકારીઓએ અહીંયા મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી.