Site icon Revoi.in

દેશના 100 સ્માર્ટ સિટીની યાદીમાં અમદાવાદ પ્રથમ ક્રમાંકે, પીએમ મોદીનો સંસદીય વિસ્તાર વારાણસી આ ક્રમે પહોંચ્યું

Social Share

નવી દિલ્હી: મોદી સરકારે શહેરોના વિકાસ માટે સ્માર્ટ સિટી યોજનાની શરૂઆત કરી હતી જેમાં દેશભરમાં સ્માર્ટ સિટી બનાવવાનું સપનું જોવામાં આવ્યું છે ત્યારે વર્ષ 2020માં દેશના 100 સ્માર્ટ સિટીઝના લાઇવ રેન્કિંગમાં અમદાવાદ પ્રથમ ક્રમાંકે આવ્યું છે.

દેશના 100 સ્માર્ટ સિટીઝના લાઇવ રેન્કિંગમાં ગુજરાતીઓ માટે ખુશખબર છે. કારણ કે 100 સ્માર્ટ સિટીની યાદીમાં અમદાવાદ પ્રથમ ક્રમાંકે આવ્યું છે. જ્યારે પીએમ મોદીના મતવિસ્તાર વારાણસી શહેર પાંચમાં ક્રમે ખસ્યું છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટના નવા રેન્કિંગમાં, અમદાવાદ પ્રથમ ક્રમે, જ્યારે મધ્યપ્રદેશનું ઇન્દોર બીજા ક્રમે, આગ્રા ચોથા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.

યુપીમાં રાજ્ય સ્તરની વાત કરીએ તો, આગ્રા ટોચ પર છે. આપને જણાવી દઇએ કે યુનિયન અર્બન અને હાઉસિંગ સેક્રેટરી હરદીપ પુરી, જે તાજેતરમાં મેટ્રો પ્રોજેક્ટના ઉદ્ઘાટન પર પહોંચ્યા હતા, તેમણે આગ્રા સ્માર્ટ સિટીના કામની સરાહના કરી હતી.

વારાણસી પીએમ મોદીનો સંસદીય મત વિસ્તાર છે. આ જ કારણોસર વારાણસીના વિકાસ માટે થઇ રહેલા કામ પર વિપક્ષ નજર રાખી રહ્યું છે. ફંડ ટ્રાન્સફરના આધારે, શહેરી વિકાસ મંત્રાલયે શહેરોની લાઇવ રેન્કિંગ નક્કી કરી છે. આ વર્ષનું અંતિમ રેન્કિંગ આ મહિનાના અંતમાં અથવા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં બહાર પાડવામાં આવશે.

(સંકેત)