- કોવિડ વેરિએન્ટના નવા સ્વરૂપને લઇને એમ્સ ચીફનો ચોંકાવનારો દાવો
- ઓમિક્રોન વેરિએન્ટમાં 30થી વધુ મ્યૂટેશન
- ઓમિક્રોન વેરિએન્ટ વેક્સિનને પણ ચકમો દઇ શકે છે
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાથી ફેલાયેલો કોવિડનો નવો વેરિએન્ટ ઓમિક્રોન હવે વિશ્વના અનેક દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. અનેક દેશોએ વાયરસથી પ્રભાવિત દેશોની મુસાફરી પર રોક લગાવી છે. ભારત પણ હવે આ વેરિએન્ટને લઇને એલર્ટ મોડ પર છે. AIIMSના પ્રમુખ ડૉ. રણદીપ ગુલેરિયાએ આ વાયરસને લઇને ચોંકાવનારો દાવો કર્યો છે.
આ વાયરસના મ્યુટેશનને લઇને ડૉ. ગુલેરિયાએ કહ્યું છે કે, આ વેરિએન્ટના સ્પાઇક પ્રોટિન વિસ્તારમાં 30થી વધુ મ્યૂટેશન થઇ ચૂક્યા છે. જેના કારણ તેના પર વેક્સિન પર અસરકારક નથી. તે વેક્સિનને પણ ચકમો આપી શકે છે. મોટી ભાગની વેક્સિન સ્પાઇક પ્રોટિન વિરુદ્વ એન્ટીબોડી બનાવી કામ કરે છે. તેથી સ્પાઇક પ્રોટિન ક્ષેત્રમાં આટલા બધા પરિવર્તનથી કોવિડ-19 વેક્સિનની અસરકારકતા ઓછી થઇ શકે છે.
આ નવા વેરિએન્ટમાં વેક્સિન કેટલી અસરકારક છે તેની ગંભીરતાપૂર્વક તપાસ થવી અનિવાર્ય છે. સ્પાઇક પ્રોટીનની હાજરી પોષક કોશિકામાં વાયરસના પ્રવેશને સરળ બનાવે છે અને તેને ફેલવા દેવા અને સંક્રમણ માટે જવાબદાર છે. કોવિડ વાયરસના નવા સ્વરૂપમાં સ્પાઇક પ્રોટીન ક્ષેત્રમાં કથિતપણે 30થી વધુ ઉત્પરિવર્તન થયા છે અને તે માટે તેમાં ઇમ્યુનિટી તંત્રમાંથી બચી નિકળવાની ક્ષમતા વિકસિત કરવાની શક્યતા છે.
એવી સ્થિતિમાં ભારતમાં બનનાર સહિત અન્ય રસીની અસરકારકતાના ગંભીર મૂલ્યાંકન કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, ભવિષ્યની કાર્યવાહી તે વાત પર નિર્ભર કરશે કે તેના પ્રસાર, તીવ્રતા અને ઇમ્યૂનિટીથી બચી નિકળવાની ક્ષમતા પર વધુ જાણકારીમાં શું સામે આવે છે.