Site icon Revoi.in

ઓક્સિજનના સ્તરને લઇને AIIMSના ડાયરેક્ટર ડૉ. ગુલેરિયાએ આપ્યું આ નિવેદન

Social Share

નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોનાની વિકટ સ્થિતિ વચ્ચે જીવન જીવવા માટે જરૂરી એવા ઓક્સિજનની અછતથી અનેક લોકો મૃત્યુ પામી રહ્યા છે. દેશના અનેક રાજ્યોમાં ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. આ વચ્ચે શરીરમાં ઓક્સિજનના સ્તરને લઇને AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, કોવિડ-19માં 92 અથવા 93 ના ઓક્સિજનને સ્તરને ગંભીર ના માનવું જોઇએ. જો કે એ એક ચેતવણી ચોક્કસ કહી શકાય કે દર્દીને તબીબી સહાયની આવશ્યકતા છે.

ઓક્સિજન સિલિન્ડરના થઇ રહેલા દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતા ગુલેરિયાએ કહ્યું કે, આજકાલ ઓક્સિજન સિલિન્ડરોનો દુરૂપયોગ થઇ રહ્યો છે જે એક ગંભીર બાબત છે. કેટલાકો લોકો ઓક્સિજનની અછતના ડરે ઘરે જ તેનો સ્ટોક કરી રાખે છે. જે યોગ્ય નથી. જો તમારા શરીરમાં ઓક્સિજનનું સ્તર 94 કરતાં વધુ છે તો તેનો અર્થ એ છે કે શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે. ડરવાની જરૂર નથી.

તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે, ઓક્સિજનનું જે લોકો સામાન્ય સ્તર ધરાવતા હોય છે, તે લોકો દ્વારા ઓક્સિજનના દુરૂપયોગથી વંચિત કરી શકે છે જેનું ઓક્સિજનનું સ્તર 90 અથવા 80થી નીચે છે.

ઓક્સિજનના મહત્વ પર ભાર મૂકતા તેમણે ઉમેર્યું હતું કે ગંભીર કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઓક્સિજન મહત્વપૂર્ણ છે. ગંભીર કોરોના સંક્રમિત દર્દીઓમાં શ્વાસની તકલીફ કે શ્વાસ લેવામાં તકલીફ સામાન્ય લક્ષણો છે. તેથી તેમને ઓક્સિજનના ઉપચારની આવશ્યકતા છે. જે તબીબી ઓક્સિજન દ્વારા પૂરો પડાય છે.

કોરોનાના કહેર વચ્ચે શરીરમાં ઓક્સિજનના સ્તરને લઇને સૌ કોઇ ચિંતિત હોય છે અને વારંવાર ઓક્સિજન સ્તર લોકો માપતા હોય છે પરંતુ જો શરીરમાં 92-93 ઓક્સિજન લેવલ છે તો ચિંતા કર્યા વગર તબીબી સલાહ લેવાનો સમય કહી શકાય.

(સંકેત)