Site icon Revoi.in

કોરોનાના સામાન્ય લક્ષણોમાં રેમડેસિવીર અસરકારક નથી: ડૉ.રણદીપ ગુલેરિયા

Social Share

નવી દિલ્હી: દેશભરમાં કોરોના સંકટકાળ ચાલી રહ્યો છે. દરેક જગ્યાએ બેડ, ઑક્સિજન તેમજ રેમડેસિવીર ઇન્જેક્શનની અછત જોવા મળી રહી છે. રેમડેસિવીર ઇન્જેક્શનની અછતના હાહાકાર વચ્ચે એમ્સનાં ડાયરેક્ટર ગુલેરિયાએ આ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું કે, જ્યારે પણ કોરોનાના લક્ષણો દેખાય છે ત્યારે ગભરાવવાની જરૂર નથી. ફક્ત તેને સરળ શરદીની જેમ જ સારવાર કરો. અત્યારસુધી એવો કોઇ ડેટા નથી કે રેમડેસિવીર ઇન્જેક્શન હળવા લક્ષણોમાં અસરકારક છે. તે બુલેટ નથી કે કોરોનામાં આપવામાં આવે કે તરત અદૃશ્ય થઇ જાય. WHO દ્વારા તેનાથી થતા નુકસાનથી માહિતગાર કરાયા છે.

તેઓએ સ્પષ્ટતા કરી હતી કે, રેમડેસિવીર કોઇ જાદુઇ બુલેટ નથી, ન તો તે એવી દવા છે જેનાથી મોતમાં ઓછપ આવે છે. સારી એન્ટિવાયરલ ડ્રગની ગેરહાજરીમાં, આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તેની ભૂમિકા મર્યાદિત છે અને તેનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો આવશ્યક છે.

દેશમાં કોરોનાના વધતા જતા કેસો પર દેશના ત્રણ મોટા ડૉકટરોએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્રણેય ડોકટરોએ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. આ દરમિયાન, મેદાંતા હૉસ્પિટલના અધ્યક્ષ ડો.ત્રેહને કહ્યું હતું કે, કોરોનાનાં લક્ષણો દેખાય તે પછી તરત જ પોતાને આઇસોલેટ કરવા જોઈએ. ઉપરાંત, વિલંબ કર્યા વિના સારવાર શરૂ કરવી જોઈએ. રિપોર્ટ કોરોના પોઝિટિવ આવે કે તરત જ હૉસ્પિટલમાં ભાગવાની જરૂર નથી. જો ઓક્સિજનનું સ્તર વધઘટ થઈ રહ્યું હોય તો હૉસ્પિટલમાં દાખલ કરી શકાય છે.

(સંકેત)