Site icon Revoi.in

બાબા રામદેવનું હવે જ્યોતિષશાસ્ત્ર પર વિવાદિત નિવેદન, કહ્યું – કરોડોનો છે બિઝનેસ

Social Share

હરિદ્વાર: એલોપેથી પર વિવાદાસ્પદ નિવેદન બાદ બાબા રામદેવે હવે જ્યોતિષશાસ્ત્રને નિશાન બનાવ્યું છે. યોગગુરુ બાબાએ નિવેદન આપ્યું હતું કે, તમામ મૂહુર્તો ભગવાન દ્વારા કરવામાં આવ્યા છે. જ્યોતિષીઓ સમય, કાળ અને મૂહુર્તના નામે છેતરતા રહે છે. આ પણ 1 લાખ કરોડનો બિઝનેસ છે.

જ્યોતિષીઓ બઘરે બેઠા બેઠા ભવિષ્ય વિશે કથન કરે છે. જ્યારે મોદીએ 500-1000ની નોટો બંધ કરી તે અગાઉ કોઇને ખબર ના પડી. કોઇ જ્યોતિષીએ પણ ના કહ્યું કે, કોરોના મહામારી આવશે અને ત્યારબાદ કોઇએ એ પણ ના કહ્યું કે આ મહામારી પછી બ્લેક ફંગસની મહામારી આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, કોઇએ પણ ના કહ્યું કે કોરોનાનું સમાધાન બાબા રામદેવ કોરોનિલથી આપવાના છે. હું તો વિશુદ્વ રૂપથી હિન્દી અને સંસ્કૃત બોલું છું. વચ્ચે વચ્ચે અંગ્રેજી બોલતા લોકોને પણ નિશાન બનવું  છું. કારણ કે તેઓ બોલતા હતા કે હિન્દી-સંસ્કૃત બોલવાવાળા મોટા માણસો ન બની શકે.

સાંપ્રત સમયમાં હિન્દુ અને સંસ્કૃત બોલનાર લોકોએ એવી સફળતા હાંસલ કરી છે કે સૌ કોઇ આજે કહે છે કે હિન્દી શીખવી જોઇએ. સંસ્કૃત શીખવી જોઇએ. ગુરુકુળમાં શિક્ષા લેવાવાળા જ આગળ જતાં દેશ ચલાવશે.

ઉત્તરાખંડની નદીઓમાં જોવા મળતી જીબ્રા ફિશ (માછલીની એક જાતિ) પર કોરોનીલનો પ્રયોગ કર્યો છે. IMA ઉત્તરાખંડના સચિવ ડો. અજય ખન્નાએ આ દાવો કર્યો છે. તેમને કહ્યું કે ખુદ પતંજલિએ પાયથોમેડિસીન જર્નલમાં છપાયેલા શોધપત્રમાં આ વાતની જાણકારી આપી છે.