Site icon Revoi.in

બાબા રામદેવ વિરુદ્વ હવે IMAએ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી

Social Share

નવી દિલ્હી: એલોપેથી અને ડોક્ટર્સ પર આપેલા વિવાદિત નિવેદન બાદ બાબા રામદેવની મુશ્કેલીઓ સતત વધી રહી છે. IMA ઉત્તરાખંડે બાબા રામદેવ વિરુદ્વ માનહાનિની નોટિસ ફટકાર્યા બાદ હવે IMAએ હવે દિલ્હી પોલીસમાં બાબા રામદેવ વિરુદ્વ ફરિયાદ નોંધાવી છે. IMA તરફથી જનરલ સેક્રેટરી ડૉ. જયેશ લેલેએ દિલ્હી પોલીસ સમક્ષ બાબા રામદેવ વિરુદ્વ ફરિયાદ નોંધાવી છે.

IMAએ દિલ્હી પોલીસમાં કરેલી ફરિયાદમાં IMAએ આરોપ લગાવ્યો છે કે, બાબા રામદેવ લોકોના મનમાં વેક્સિનને લઇને ખોટા ભ્રમ પેદા કરી રહ્યા છે, સરકારી કર્મચારીઓના કામમાં અડચણ ઉભી કરી રહ્યા છે. સંસ્થાએ એવો પણ આરોપ કર્યો છે કે, બાબા રામદેવ અને એમના સાથીદારો મેડિકલ ગ્રૂપ અને સામાન્ય લોકોને ખોટી નિયતથી નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, યોગગુરુ બાબા રામદેવનો એલોપેથી અને ડોક્ટર્સ પર વાંધાજનક નિવેદનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે પછી Indian Medical Association બાબા રામદેવ વિરુદ્ધ કાર્યવાહીની સતત માંગ કરી રહ્યું છે.

બાબા રામદેવના વીડિયો બાદ IMAએ બાબા રામદેવ વિરુદ્વ 1 હજાર કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડ્યો હતો.