Site icon Revoi.in

કર્મચારી દ્વારા હુમલાના કેસમાં નવો વળાંક, હવે આરોપ લગાવનારી મહિલા વિરુદ્વ નોંધાઇ FIR

Social Share

નવી દિલ્હી: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં Zomatoના કર્મચારી દ્વારા હુમલાના કેસમાં હવે નવો વળાંક જોવા મળ્યો છે. જેમાં Zomatoના કર્મચારી પર હુમલો કર્યાના આરોપ લગાવનારી મહિલા હિતેશા ચંદ્રાણી વિરુદ્વ સોમવારે FIR નોંધાવવામાં આવી હતી.

આપને જણાવી દઇએ કે દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલા બેંગલુરુ Zomato કેસમાં પહેલા મોડલ હિતેશાએ આરોપ લગાવ્યા હતા કે Zomatoના કર્મચારીએ તેની પર હુમલો કર્યો હતો. તેની ફરિયાદ પર પોલીસે Zomatoના કર્મચારી કામરાજની ધરપકડ કરી હતી, પરંતુ પૂછપરછ દરમિયાન કર્મચારીએ મહિલાના આરોપને ફગાવતા સ્પષ્ટતા કરી હતી કે, મહિલા દ્વારા તેની સાથે મારઝૂડ કરવામાં આવી હતી અને મહિલાના નાક પર પહોંચેલી ગંભીર ઇજા માટે પણ મહિલા જ જવાબદાર હતી.

આ કેસમાં નવો વળાંક આવતા બેંગલુરુ પોલીસે હવે હિતેશા વિરુદ્ધ FIR નોંધી હતી. આ અંગેની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે મહિલા વિરુદ્ધ Zomatoના કર્મચારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે મહિલા વિરુદ્ધ IPC એક્ટ 355 (હુમલો કરવા બદલ), 504(અપમાન), 506 (ધમકી)ના આરોપસર કેસ નોંધ્યો હતો.

મહત્વનું છે કે, બેંગલુરુની મોડલ હિતેશા ચંદ્રાણી દ્વારા Zomatoના કર્મચારીઓ પર ગંભીર મારપીટના આરોપ લગાવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, હિતેશાએ સોશિયલ મીડિયા પર પોતાની ઇજાને લઇને વીડિયો વાયરલ કરતા ડિલિવરી બોય પર કાર્યવાહીની માંગ ઉઠાવી હતી, જે પછી આ કેસને લઇને સોશિયલ મીડિયા પર લોકોએ પ્રતિક્રિયા આપતા યોગ્ય તપાસની માંગ કરી રહ્યા હતા.

(સંકેત)