Site icon Revoi.in

કેબિનેટ બેઠકમાં લેવાયો આ અગત્યનો નિર્ણય, 80 કરોડ લોકોને થશે ફાયદો

Social Share

નવી દિલ્હી: આજે કેબિનેટની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં એક એવો નિર્ણય લેવાયો છે જેને કારણે 80 કરોડ લોકો તેનાથી લાભાન્વિત થશે. CRWC અને CWCના મર્જરને આજે કેબિનેટ બેઠકમાં લીલી ઝંડી આપવામાં આવી છે. તે ઉપરાંત નિ:શુલ્ક અનાજ યોજનામાં વધારાની ફાળણી નવેમ્બર સુધી ચાલુ રાખવા મંજૂરી પણ આપવામાં આવી છે. કોરોના વાયરસની બીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકારે જાહેરાત કરી છે કે રાશનકાર્ડ ધારકોને વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દિવાળી ક્વોટા ઉપરાંત 5 કિલો નિ:શુલ્ક અનાજ અપાશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર PM મોદીની અધ્યક્ષતા હેઠળ કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં Central Railside Warehouse Company અને Central Warehousing Corporation ના મર્જરને મંજૂરી અપાઇ છે. આ માલ પરિવહનને વધુ સક્ષમ બનાવશે. આ ઉપરાંત, ખર્ચ ઘટાડવામાં પણ મદદરૂપ થશે.

કહેવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દિવાળી સુધી પ્રતિ સદસ્ય 5 કિલો અનાજ ફ્રી આપવામાં આવશે. જેમાં ચોખા અને ઘઉં શામેલ હશે. એટલે કે રેશનકાર્ડ ધારકોને દિવાળી સુધી કુલ 10 કિલો અનાજ મળશે.

નોંધનીય છે કે, સભ્ય દીઠ 10 કિલો રેશનમાંથી માત્ર 5 કિલો રેશન માટે જ મુલ્ય ચૂકવવું પડશે અને બાકીનું 5 કિલો રેશન મફત મળશે. આ રીતે, 4 સભ્યોના નામે રેશનકાર્ડ પર દિવાળી સુધી કુલ રેશન 20 કિલોને બદલે 40 કિલો કરવામાં આવ્યું છે.