Site icon Revoi.in

લો બોલો! નવા રસ્તાનું ઉદ્વાટન કરવા નારિયેળ વધેર્યું તો નારિયેળ તો ના તૂટ્યું પણ રસ્તા પર જ ખાડો પડી ગયો

Social Share

નવી દિલ્હી: ભારતમાં સામાન્યપણે ઉદ્ઘાટન થઇ ગયા બાદ રસ્તાનું ધોવાણ થઇ જવું કે ખાડા પડી જવા કે ભૂવામાં અનેક ગાડીઓ ગરકાવ થઇ ગઇ હોવાની ઘટનાઓ તો છાશવારે બનતી હોય છે પરંતુ યુપીના બિજનોરમાં તો ઉદ્વાટન પહેલા જ કંઇક આવો કિસ્સો જોવા મળ્યો છે.

વાત એમ છે કે, અહીંયા સિંચાઇ વિભાગ દ્વારા નહેરને અડીને 1.16 કરોડ રૂપિયાના ખર્ચે સાત કિલોમીટર લાંબા માર્ગનું નિર્માણ થઇ રહ્યું છે. જો કે તેમાંથી 700 મીટરનો રસ્તો તૈયાર થઇ ગયા બાદ તેનું ઉદ્ઘાટન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

માર્ગનું ઉદ્વાટન કરવા માટે સ્થાનિક ધારાસભ્ય ગયા હતા. પૂજા કર્યા બાદ તેઓને શ્રીફળ વધેરવા માટે આપવામાં આવ્યું હતું. જો કે અહીંયા જોવા જેવી એ થઇ કે તેમણે નારિયેળ વધેર્યું હતું ત્યાં બનાવેલા રસ્તાની ગુણવત્તા એટલી નબળી હતી કે નારિયેળ તો તૂટ્યું જ નહોતું પરંતુ ધારાસભ્યે જ્યાં નારિયેળ વધેર્યું તે જગ્યાએ જ ખાડો પડી ગયો હતો.

આ ખાડો જોઇને અને ફજેતો જોઇને સરકારી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. બાદમાં નારાજગી વ્યક્ત કરીને ધારાસભ્યએ ઉદ્વાટન કરવાનું જ માંડી વાળ્યું હતું.