Site icon Revoi.in

દેશના આ રાજ્યમાં થશે ડોર-ટૂ-ડોર વેક્સિનેશન, આવું કરનારું દેશનું પ્રથમ રાજ્ય બનશે

Social Share

બીકાનેર: દેશના અનેક રાજ્યોમાં જ્યાં એકતરફ કોરોના વેક્સિન લેવા માટે લાંબી કતારો લાગી રહી છે ત્યારે બીજી તરફ રાજસ્થાનના બીકાનેરમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે. બીકાનેરમાં ડોર-ટૂ-ડોર વેક્સિન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલ કરનારું આ દેશનું પ્રથમ રાજ્ય છે. સોમવારથી શરૂ થનારા આ અભિયાનમાં 45થી વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને વેક્સિન અપાશે.

પ્રાપ્ત વિગતો અનુસાર બીકાનેરમાં બે એમ્બ્યુલન્સ અને ત્રણ મોબાઇલ ટીમો લોકોના દરવાજા સુધી જવા માટે તૈયાર છે અને જીલ્લા વહીવટી તંત્રએ લોકોને નામ અને સરનામા સાથે વેક્સિન ડોઝ માટે રજીસ્ટ્રેશન કરવા માટે એક વોટ્સએપ નંબર દ્વારા હેલ્પલાઇન શરૂ કરી છે.

ઓછામાં ઓછા 10 લોકોનું રેજિસ્ટ્રેશન થયા બાદ વેક્સીન વાન તેમના ઘરે જવા રવાના થશે. મોબાઈલ વાન શરૂ થયા પહેલા ઓછામાં ઓછા 10 લોકોનું રેજિસ્ટ્રેશન જરૂરી છે. જેથી વેક્સીનના બગાડને ઓછો કરી શકાય. વેક્સીનની એક શીશીનો ઉપયોગ 10 લોકોને ડોઝ આપવા માટે કરી શકાય છે. વેક્સીન વાન વેક્સીન આપ્યા બાદ બીજા એડ્રેસ પર જશે જ્યારે એક મેડિકલ ટીમ તે વ્યક્તિ સાથે ઓબ્ઝર્વેશન માટે રહેશે.

રાજ્યની રાજધાની જયપુરથી લગભગ 340 કિમી દૂર બીકાનેર શહેરમાં 16 શહેરી પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર છે. આ કેન્દ્રો પર ડોક્ટરોને સૂચના આપવામાં આવશે કે તેમના ક્ષેત્રમાં કોને કોને વેક્સીન લગાવવામાં આવી રહી છે જેથી કોઈ પણને આડઅસર થાય છે કે નહીં તેનું ધ્યાન રખાય.

Exit mobile version