Site icon Revoi.in

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઇ, વિધાનસભા ચૂંટણી સહિતના મુદ્દાઓ પર થઇ ચર્ચા

Social Share

નવી દિલ્હી: પીએમ મોદીની અધ્યક્ષતામાં રવિવારે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. આ બેઠક વિશે ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવે જાણકારી આપી હતી. તેઓએ કહ્યું હતું કે, પીએમ મોદીએ આ બેઠકનું ઉદ્વાટન કર્યું હતું. બેઠકમાં 342 લોકો સામેલ થયા હતા. બધા હાજર નેતાઓનું બેઠક માટે ડિજીટલ રજીસ્ટ્રેશન થયું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, સેવા જ સૌથી મોટી પૂજા છે.

બેઠક દરમિયાન પીએમ મોદીએ પાર્ટીના ઇતિહાસનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, ભાજપે આજે કેન્દ્રમાં જે સ્થાન મેળવ્યું છે, તેનું ખૂબ મોટુ કારણ છે કે પાર્ટી પ્રારંભ કાળથી લઇને અત્યાર સુધી સામાન્ય વ્યક્તિથી હંમેશા જોડાયેલી રહે છે.

બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ યૂપી અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં આગામી વર્ષની શરૂઆતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પક્ષમાં માહોલ તૈયાર કરવા અને સંગઠનને મજબૂત બનાવવા માટે કેટલાક લક્ષ્ય નક્કી કર્યા છે. ભાજપ અધ્યક્ષ નડ્ડાએ દાવો કર્યો કે પાર્ટી છેલ્લા સાત વર્ષથી કેન્દ્રની સત્તામાં છે અને પૂર્વથી લઈને પશ્ચિમ તથા ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ઘણા રાજ્યોમાં તેની સરકારો છે, પરંતુ તેનું શ્રેષ્ઠ આવવાનું બાકી છે.

બેઠક અંગે જાણકારી આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, કોરોનાના રોગચાળાને કારણે 2 વર્ષ સુધી લોકો ઘેરાયેલા રહ્યા હતા. તેનાથી મોટા ભાગની વસ્તુઓ પ્રભાવિત થઇ હતી. તેથી દોઢ વર્ષ બાદ આ બેઠક યોજાઇ છે. બેઠકમાં 36 એકમના 346 સભ્ય હાજર રહ્યા છે. જ્યારે વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષી ઘરેથી જોડાયા છે. પીએમ મોદીની પ્રશાસનિક પહેલને વિકાસશીલ દેશ અને વિકસિત દેશ તેમની પ્રશંસા કરે છે.

પીએમ મોદી દ્વારા કરવામાં આવેલા કાર્યો મિસાલ છે. જેને લઈને આજે કાર્યકારિણીની બેઠકમાં તેમનો આભાર માનવામાં આવ્યો. પીએમના વિઝનનું પરિણામ છે કે સમગ્ર યુરોપની વસ્તી 750 મિલિયન છે, પરંતુ આપણા દેશમાં છેલ્લા એક વર્ષથી પીએમએ ગરીબ અનાજ યોજના દ્વારા ગરીબોને અનાજ આપવાનું કામ કરવામાં આવ્યું છે.

Exit mobile version