Site icon Revoi.in

ભારત-ચીન વચ્ચે તણાવ વધવાની સંભાવના, ચીને તિબેટીયન યુવાઓની સૈન્ય ટુકડી કરી તૈનાત

Social Share

નવી દિલ્હી: ચીન હજુ પણ પોતાની નવી નવી ચાલોથી બાજ નથી આવતું. ચીન ભારતીય સરહદે પોતાની તાકાત વધારી રહ્યું છે. ચીન હવે કબજે કરી લીધેલા તિબેટના યુવાઓને પોતાના સૈન્યમાં સમાવવા લાગ્યું છે. આ માટે ચીને તિબેટીયન યુવાઓના સૈન્યની પ્રથમ ટુકડીને ચુમ્બી ઘાટીમાં તૈનાત પણ કરી દીધી છે.

હાલ ચીન તિબેટ ઓટોનોમસ રીજનમાં મોટા પાયે તિબેટિયન યુવાઓની ભરતી પ્રક્રિયા ચલાવી રહ્યું છે. ચીને પચાવી પાડેલા તિબેટના ચુમ્બી ઘાટીમાં તિબેટિયન યુવાઓ વાળી સૈન્ય તૈનાત કરી છે.

વધુમા વધુ સ્થાનિક યુવકોનો તેમાં સમાવેશ કરાઇ રહ્યો છે. તિબેટિયન યુવાઓનો સમાવેશ કરતી આવી સૈન્યની બે ટુકડીઓ તૈયાર કરવામાં આવી રહી છે.

એક ટુકડીને તૈનાત કરાઇ છે. દરેક ટુકડીમાં આશરે 100 યુવાઓનો સમાવેશ થાય છે. એક ટુકડીની તાલીમ પૂર્ણ થઇ ચૂકી છે અને ચુમ્બી ઘાટીમાં ગોઠવી દેવામાં આવી છે.

જ્યારે તિબેટિયન યુવાઓની ભરતી કરાયેલી બીજી ટુકડીની તાલીમ હાલ ચીન સૈન્યના તાલિમ કેન્દ્ર ફારીમાં આપવામાં આવી રહી છે.

આ વિશેષ સૈન્યને હાલ કોઇ જ યુનિફોર્મ નથી આપવામાં આવ્યા કે રેંક પણ નથી અપાયા. સ્થાનિક ભાષાઓ, સંકેતો વગેરેની જાણકારી મેળવવામાં આ ટુકડીનો પણ ઉપયોગ થઇ રહ્યો છે. આ ટુકડી અગાઉ ઉભી કરાયેલી સ્પેશિયલ તિબેટન આર્મી કરતા અલગ છે. ચુમ્બી ઘાટી ભુતાન અને સિક્કીમ બાજુ આવેલી છે.

જેને પગલે હાલ આ સમગ્ર ઘટના પર ભારતીય સૈન્ય અને સુરક્ષા એજન્સીઓ પણ નજર રાખી રહી છે.