Site icon Revoi.in

પંજાબમાં કોંગ્રેસનું મોટું એલાન, 52 લાખ પરિવારોનું 1200 કરોડનું વીજ બીલ માફ કર્યું

Social Share

નવી દિલ્હી: પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે ત્યારે એ પહેલા મતદારોને રીઝવવા અને ખુશ કરવા માટે કોંગ્રેસે વાયદાઓ આપવાનું શરૂ કર્યું છે.

પંજાબના નવનિયુક્ત સીએમ ચરણજીત સિંહ ચન્નીએ એલાન કર્યું છે કે, રાજ્યમાં 1200 કરોડ રૂપિયાનું વીજ બિલ માફ કરવામાં આવી રહ્યું છે. આ પૈસા સરકાર પોતે વીજ કંપનીઓને ચૂકવશે. તેનાથી પંજાબમાં 53 લાખ પરિવારોને ફાયદો થશે. સરકારે બે કિલો વોટ સુધી વીજળીનો ઉપયોગ કરનારાના બિલ માફ કરવાનું નક્કી કર્યું છે. તે ઉપરાંત વીજ બિલ નહીં ભરવાના કારણે જેમના વીજ જોડાણો કાપવામાં આવ્યા છે તેમને જોડાણો ફરી ચાલુ પણ કરવામાં આવશે.

કોંગ્રેસે આ એલાન કરીને હવે એક રીતે જોવામાં આવે તો આમ આદમી પાર્ટીના વાયદાની હવા કાઢી નાંખી છે. કારણ કે આપ દ્વારા પંજાબમાં પણ આગામી ચૂંટણી માટેના પ્રચાર અર્થે લોકોને નિશુલ્ક વીજળી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, અગાઉ આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે, પંજાબમાં સરકાર બની તો 300 યુનિટ સુધી વીજળી મફત આપવામાં આવશે. દિલ્હી સીએમ અને આમ આદમી પાર્ટી ચીફ અરવિંદ કેજરીવાલ બે દિવસ માટે પંજાબની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ રાજ્યો માટે ફરીથી વાયદા કરે તેવી શક્યતા છે.