Site icon Revoi.in

ઑગસ્ટમાં કોરોનાની ત્રીજી લહેર જોવા મળી શકે, ઑક્ટોબરમાં તે પીક પર હશે: રિપોર્ટ

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હજુ પૂરો થયો નથી ત્યારે હવે દેશમાં ત્રીજી લહેરની આશંકા વર્તાઇ રહી છે. કોરોનાની ત્રીજી લહેરને લઇને નિષ્ણાંતોએ ચેતવણી પણ ઉચ્ચારી છે. નિષ્ણાંતો અનુસાર દેશમાં કોરોનાની ત્રીજી લહેર દરમિયાન દૈનિક ધોરણે 1 લાખથી વધુ કેસ જોવા મળી શકે છે. જો કે જો સ્થિતિ વધુ વણસે તો તેમાં દોઢ લાખથી વધુ કેસ પણ જોવા મળી શકે છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર હૈદરાબાદ અને કાનપુર IITમાં મથુકુમલ્લી વિદ્યાસાગર અને મનિન્દ્ર અગ્રવાલના નેતૃત્વમાં શોધકર્તાઓ અનુસાર, કોરોનાના કેસમાં થઇ રહેલી વૃદ્વિ ત્રીજી લહેરને આગળ વધારશે. ઑક્ટોબર મહિનામાં તે પિક પર પહોંચી શકે છે. કેરળ અને મહારાષ્ટ્રમાં જે રીતે કેસ સામે આવી રહ્યાં છે તેનાથી સ્થિતિ વધુ વણસી શકે છે.

જો કે કોરોનાની ત્રીજી લહેર, બીજી લહેર જેટલી ખતરનાક નહીં નિવડે. જ્યારે દેશમાં દૈનિક ધોરણે 4 લાખ કેસ સામે આવી રહ્યાં હતા. આ વર્ષે કોરોનાની સ્થિતિ વિશે અનુમાન લગાવનાર નિષ્ણાંતોનું અનુમાન એક ગાણિતીક મોડલ પર આધારિત હતું.

ભારતમાં રવિવારે કોરોનાના 41831 નવા કેસ સામે આવ્યા અને 541 લોકોના મૃત્યુ થયા હતા.

Exit mobile version