Site icon Revoi.in

કોરોનાથી સાજા થયા બાદ લોકોમાં હવે Herpes Virusનો ખતરો, દેશનો પ્રથમ કેસ નોંધાયો

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે હવે દેશમાં કોરોના વાયરસનો નવો વેરિએન્ટ ડેલ્ટા સામે આવ્યો છે. જેણે દેશમાં કહેર મચાવી દીધો છે.

જો કે કોરોના મહામારી વચ્ચે વધુ એક વાયરસે દસ્તક દીધી છે. ગાઝિયાબાદમાં કોરોનાથી સાજા થઇ ચૂકેલા એક દર્દીમાં Herpes Simplex Virusના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે. દર્દીની સારવાર કરી રહેલા ડૉક્ટર અનુસાર આ વાયરસના સંક્રમણનો પ્રથમ કેસ છે. ડૉક્ટર અનુસાર આ વાયરસ સૌથી ઘાતક છે અને જલ્દી તેના પર કાબૂ કરવામાં નહીં આવે તો તબાહી મચાવી શકે છે.

ગાઝિયાબાદના ડૉ. બીપી ત્યાગી અનુસાર તેમની હોસ્પિટલમાં કોરોનાથી સાજો થયેલો એક દર્દી દાખલ થયો છે. આ દર્દીના નાકમાં આ વાયરસ મળ્યો છે. આ ખૂબ ખતરનાક વાયરસ છે. જો તેની સારવાર અને અંકુશમાં લાવવામાં વિલંબ કરવામાં આવ્યો તો તે કોરોના વાયરસથી પણ ઘાતક સાબિત થઇ શકે છે.

દર્દીની સાવચેતી સાથે સારવાર કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, આ વાયરસના સંક્રમણની સારવાર ખૂબ મોંઘી છે.

ડૉ ત્યાગીએ કહ્યું કે જે લોકો કોરોનાથી સાજા થઇ ચૂક્યા છે, તે સાવચેત રહે. સંક્રમણને કારણે તેની રોગપ્રતિકારક શક્તિ પહેલાથી નબળી પડી છે. તેથી તે હાલ ભોજન, આરામ પર ધ્યાન આપે તે જરૂરી છે.

કોરોનાથી સ્વસ્થ થયેલા લોકોને અન્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઇ રહી છે. જેમ કે કાનમાં સાંભળવામાં તકલીફ, હાઇ બીપી, શરીરમાં લોહીની ગાંઠો થાવી, જેવી સમસ્યાઓ થઇ રહી છે. દેશમાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલા દુર્લભ મામલા વધવા પાછળ ડેલ્ટા વેરિયન્ટનો હાથ હોઇ શકે છે.

ડોક્ટરો અનુસાર કોવિડથી સાજા થયેલા દર્દીઓ જેની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હોય. અથવા તે કોઈ બીમારીથી પીડિત હોય, તો તેમાં હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ  (Herpes Simplex Virus) હોવાની આશંકા સૌથી વધુ છે.