Site icon Revoi.in

કોવિડ-19થી સ્વસ્થ થયેલા દર્દીઓને થાઇરોઇડનું જોખમ: સંશોધન

Social Share

મુંબઇ: કોવિડ-19 મહામારી ફેલાઇ ત્યારથી દર મહિને એન્ડોક્રિનોલોજિસ્ટોને દર્દીઓમાં એક અજાણી પેટર્ન જોવા મળતી આવી છે. કોવિડ-19માંથી સ્વસ્થ થઇ ગયેલા કમસેકમ ચાર દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધાના 4 થી 8 સપ્તાહ બાદ તાવ, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો તેમજ ખાધેલી વસ્તુ ગળવામાં તકલીફ જેવી ફરિયાદો સાથે પાછા ફરે છે.

આ સમયગાળો એવો હોય છે જ્યારે કેટલાક દર્દીઓ 5 થી 10 કિલો જેટલું વજન ગુમાવે છે. ઘણા બધા પેથોલોજી ટેસ્ટ બાદ સુબાક્યુટ થાયરોડિટીસ નામનો રોગનું નિદાન થાય છે. સામાન્ય ભાષામાં એને થાયરોઇડ કહેવાય છે, જેમાં થાઇરોઇડ ગ્રંથીમાં સોજો આવવાથી દુખાવો થાય છે. શરીરની ચયાપચય ક્રિયાના નિયમન તેમજ શરીરના વિકાસમાં આ ગ્રંથી મોટો ભાગ ભજવે છે.

શ્વસનતંત્રને અસર કરતા વાયરલ ઇન્ફેક્શન્સને લીધે થાઇરોઇડ ગ્રંથીમાં સોજો આવી જતો હોવાનું તબીબો જાણે છે. અને કોવિડનો સાર્સ-સીઓવી-2 વાયરસ એના જેવો જ છે એમ એક ખાનગી હોસ્પિટલના એન્ડ્રોક્રિનોલોજિસ્ટ કહે છે.

કોરોના મહામારીએ પહેલા જ લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડયું છે. એમાં કોરોનામાંથી સાજા થયા બાદ થાઇરોઇડ થતો હોવાનું જાણી દર્દીઓ અને એમના પરિવારો ચિંતામાં પડી ગયા છે. ડોક્ટરોના મતે કોવિડ-19ને શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુન સિસ્ટમ) જે લડત આપે છે એને લીધે થાયરોઇડ થવાની શક્યતા રહે છે.

અલબત્ત, સબાક્યુટ થાઇરોડિટીસ રોગ લાંબુ ચાલતો નથી અને એને લીધે દર્દીને જીવનભર દવા લેવાની જરૂર નથી પડતી. થાઇરોઇડ આમ તો એક સામાન્ય વ્યાધિ છે અને એક અંદાજ પ્રમાણે દર ત્રીજા ભારતીયને આ બીમારી થાય છે. પરંતુ તબીબી વિજ્ઞાાન હજુ સુધી થાઇરોઇડ અને કોવિડ વચ્ચેની કડીને પુરેપુરૂ સમજી નથી શક્યું.

(સંકેત)