Site icon Revoi.in

તો સપ્ટેમ્બરમાં આવશે કોરોનાની ત્રીજી લહેર? નીતિ આયોગે આપી ચેતવણી

Social Share

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરનો પ્રભાવ ઓછો થયા બાદ લોકો હવે બેફિકર ફરવા જઇ રહ્યા છે અને ટહેલવા જઇ રહ્યા છે. લોકો બિન્દાસ થઇને પર્યટન સ્થળો પર ફરી રહ્યા છે.

આ વચ્ચે હવે એવી આશંકા સેવાઇ રહી છે કે કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બર મહિનામાં આવી શકે છે. નીતિ આયોગના સભ્ય વી કે પોલે ગત મહિને સરકારને કોરોનાના સંક્રમણના પડકારોનો સામનો કરવા માટે કેટલાક સૂચનો કર્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, હવે પછી જે લહેર આવશે તેમાં કોરોનાના 100 કેસમાંથી 23 કેસમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની તૈયારી અગાઉથી રાખવી પડશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, સરકારને જે ભલામણો કરાઇ છે તે એપ્રિલથી જૂન દરમિયાન જ પેટર્ન જોવા મળી રહી છે. તેના પર આધારિત છે. કોરોનાની બીજી લહેર સૌથી ઘાતક હતી ત્યારે દેશમાં 18 લાખ સક્રિય કેસ હતા. તેમાંથી 10 રાજ્યોમાં 21 ટકા કેસ એવા હતા જેમાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની આવશ્યકતા રહી હતી.

નીતિ આયોગે એવ પણ ચેતવણી ઉચ્ચારી છે કે, કોરોનાની બીજી લહેર કરતા પણ વધુ ભયાવહ સ્થિતિ માટે દેશે તૈયાર રહેવું જોઇએ. એક દિવસમાં 4 થી 5 લાખ કેસ પણ આવી શકે છે અને આગામી મહિના સુધીમાં 2 લાખ ICU બેટ તૈયાર કરવાની આવશ્યકતા છે. જેમાં વેન્ટિલેટર સાથેના 1.2 લાખ બેડ તેમજ ICU વગરના 5 લાખ ઑક્સિજન બેડ તૈયાર રાખવા જોઇએ.