Site icon Revoi.in

સાંપ્રત સમયમાં યુવાવર્ગનું રસીકરણ શરૂ કરવું જોખમી સાબિત થશે: નિષ્ણાંતો

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોના રસીકરણ વચ્ચે મહામારીની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. દેશમાં ફરીથી કેસો ફટાફટ વધી રહ્યા છે. એવામાં દેશમાં 18 વર્ષથી વધુ વયના લોકોના રસીકરણનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. પરંતુ નિષ્ણાતો અનુસાર દેશમાં યુવાવર્ગ, એટલે કે 18થી વધુ વયના યુવાનોનું રસીકરણ શરૂ કરવું એ વર્તમાન સ્થિતિ માટે વધુ જોખમી સાબિત થઇ શકે છે.

આ મુદ્દાને સમજાવતા એડવર્ડ ઇફેક્ટ ફોલોવિંગ ઇમ્યૂનાઇઝેશનના સલાહકાર ડૉ. એન કે અરોડાએ કહ્યું હતું કે, દેશમાં મર્યાદિત વેક્સીન પૂરવઠો અને સંક્રમણના વધી રહેલા કેસ વચ્ચે રસીકરણનો મુખ્ય ઉદ્દેશ સંક્રમણથી થતી મોટને અટકાવવા તેમજ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાતને ઓછી કરવાનો છે.

ડો. અરોડાના મત મુજબ દેશમાં રસીનો પર્યાપ્ત પૂરવઠો હોત તો તમામ વયસ્કો માટે રસીકરણ અભિયાન શરુ કરી શકાત. પરંતુ વાસ્તવિકતા ઘણી આ સ્થિતિથી ઘણી દૂર છે. દેશ રસીકરણ અભિયાનને મહામારીના એવા સમયે સફળ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે જ્યારે રસી મર્યાદિત પૂરવઠામાં ઉપલબ્ધ છે અને સંક્રમણથી થતી મોતને અટકાવવા કે ઓછી કરવાન અને સંક્રમણના નવા કેસ પર કાબૂ મેળવવો અંત્યત જરુરી છે.

રસીને લઇને તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, હાલમાં આપણી પાસે પૂરતા પૂરાવા નથી કે રસી સંક્રમણના ફેલાવાને રોકવા માટે કારગર છે. કારણ કે દેશમાં એવા કેસ પણ સામે આવ્યા છે જ્યાં રસીના ડોઝ લીધા પછી પણ લોકો સંક્રમિત થઇ રહ્યા છે. આ દરમિયાન તેમણે 18થી 45 વર્ષના લોકોનું રસીકરણ શરુ કરવાનુ જોખમી ગણાવ્યું હતું.

તેમનું માનવુ છે કે આ વર્ગના લોકોના રસી આપવાથી તેમનામાં દેખાતાં સંક્રમણના થોડા લક્ષણો પણ જોવા નહીં મળે, જેના માટે વેક્સીનને પ્રભાવી માનવામાં આવે છે. 18થી 45ની ઉંમરના લોકોમાં સંક્રમણના સામાન્ય લક્ષણો જોવા મળે છે અને સંક્રમણ પછી ગંભીર બીમારીના કોઇ લક્ષણો જણાયા નથી. આથી આ ઉંમરવર્ગના લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરુર નથી.

ભારતમાં કોરોના સંક્રમણના લીધે થતી મોતના કુલ 88 ટકા મૃત્યુના કેસ 45થી વધુ ઉંમરના લોકોમાં જોવા મળે છે આથી જરુરી એ છે કે મર્યાદિત રસીની સામે જરુરિયાતવાળાને રસી મળે.

(સંકેત)