Site icon Revoi.in

કોવિડની સારવાર માટે અસરકારક TOCIRAના ઇમરજન્સી ઉપયોગ માટે DCGIએ આપી મંજૂરી

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સરકાર હવે તેની સામેની જંગ માટે સજ્જ છે અને તેને રોકવા માટે દરેક પગલાં લઇ રહી છે. આ જ કારણ છે કે વેક્સિનેશન ઝડપી બનાવાયું છે. કોરોનાના વધતા કેસ વચ્ચે મહત્વના સમાચાર આવી રહ્યા છે. DCGIએ હોસ્પિટલમાં દાખલ પુખ્ત વયના લોકોમાં કોવિડની સારવાર માટે ભારતમાં Tocilizumabને વેરિઅન્ટના ઇમરજન્સી યૂઝને મંજૂરી આપી છે.

ડૉક્ટરો હવે હોસ્પિટલમાં દાખલ પુખ્ત વયના લોકોમાં કોવિડની સારવાર અર્થે જેનરિક દવા ટોસિલિઝુમેબનો ઉપયોગ કરી શકશે.

જે દર્દીઓ સિસ્ટેમેટિક કોર્ટિકોસ્ટેરોઇડ્સ, આવશ્યક પૂરક ઓક્સિજન, વેન્ટિલેટર અને એકસ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજન પર હોય તેઓને આ દવા આપી શકાશે. કંપનીએ ટોસિલિઝુમેબને અપાયેલી મંજૂરી પર ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, તે અમારી ટેક્નોલોજીકલ ક્ષમતાઓ અને કોવિડ કેર સાથે સંબંધિત જટિલ તબીબી પ્રેક્ટિસ લાવવાની પ્રતિબદ્વતાને દર્શાવે છે.

હેટેરો ગ્રુપના પ્રેસિડેન્ટ એસ. બી પાર્થ સારધી રેડ્ડીએ જણાવ્યું હતું કે, ટોકિલિઝુમાબની વૈશ્વિક અછતને જોતા ભારતમાં વધુ સારી સપ્લાય માટે આ મંજૂરી મહત્વપૂર્ણ છે. TOCIRA (Tocilizumab) ભારતમાં તેની પેટાકંપની ‘Hetero Healthcare’ દ્વારા માર્કેટિંગ કરવામાં આવશે. તેના મજબૂત નેટવર્ક દ્વારા સમગ્ર દેશમાં તેને સુધારવા માટે સતત કામ કરવામાં આવશે.