Site icon Revoi.in

DRDOએ મલ્ટી બેરલ રોકેટ લોન્ચર પિનાકાનું કર્યું સફળ પરીક્ષણ, આ છે તેના ખાસિયતો

Social Share

નવી દિલ્હી: LAC પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત અત્યાધુનિક હથિયારોની સતત પરિક્ષણ કરી રહ્યું છે. ગઇકાલે સબસોનિક ક્રૂઝ મિસાઇલ નિર્ભયના પરીક્ષણ બાદ હવે ભારતની સંરક્ષણ સંસ્થા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝશને એટલે કે DRDOએ મલ્ટી બેરલ રોકેટ લોન્ચર પિનાકાના અત્યાધુનિક વર્ઝનનું પરીક્ષણ કર્યું છે.

આપને જણાવી દઇએ કે આ મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ સ્વદેશ નિર્મિત છે.ઓરિસ્સાની ચાંદીપુર રેન્જ ખાતે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. પરીક્ષણ દરમિયાન 25 પિનાકા રોકેટ લોન્ચ કરવામાં આવ્યા હતા અને ટેસ્ટિંગ દરમિયાન આ રોકેટ્સ પેરામીટર પર ખરા ઉતર્યા હતા. પિનાકા રોકેટ સિસ્ટમ 45 કિલોમીટર દૂરના લક્ષ્યાંકને ટાર્ગેટ કરી શકે છે. આ દરમિયાન રોકેટના રડાર, ટેલીમેટ્રી, ઓપ્ટિકલ, ટ્રેકિંગ એમ તમામ પ્રકારના ઇક્વિપમેન્ટ પર નજર રાખવામાં આવી હતી.

ભારતમાં જ બનેલા મલ્ટી બેરલ રોકેટ લોન્ચરને ખાનગી કંપનીના સહયોગથી લાંબા અંતરના ટાર્ગેટને ધ્વસ્ત કરવા માટે ડેવલપ કરવામાં આવ્યા છે. સફળ પરીક્ષણ બાદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ડીઆરડીઓ અને ઉદ્યોગ જગતને અભિનંદ આપ્યા હતા.આ રોકેટ લોન્ચર 12 સેકન્ડમાં 44 રોકેટ લોન્ચ કરી શકે છે. ભગવાન શંકરના ધનુષ પિનાક પરથી તેને પિનાકા નામ અપાયુ છે.

પિનાકા સિસ્ટમને મુખ્યત્વે પાકિસ્તાન બોર્ડર પર તૈનાત કરવા માટે વિકસીત કરવામાં આવી છે. એક સમયે રોકેટ લોન્ચ કરવા માટે ભારત પાસે રશિયન બનાવટની સિસ્ટમ હતી અને હવે ભારતે પોતાની સિસ્ટમ ડેવલપ કરેલી છે.કારગીલ વોરમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.90ના દાયકામાં પિનાકા માર્ક 1 સિસ્ટમનુ ટેસ્ટંગ કરાયુ હતુ.

પિનાકા સિસ્ટમની એક બેટરીમાં રોકેટ લોન્ચ કરનારા 6 વ્હીકલ હોય છે.તેની સાથે લોડર સિસ્ટમ, રડાર સિસ્ટમ અને કમાન્ડ પોસ્ટ હોય છે.એક બેટરી બે કિલોમીટરના આખા એરિયાને તબાહ કરી શકે છે.માર્ક 1ની રેન્જ 40 કિમીની છે પણ માર્ક 2 સિસ્ટમ 75 કિમી દુર સુધઈ પ્રહાર કરી શકે છે.