Site icon Revoi.in

ભારતીય વાયુસેનાના તાકાત થશે બમણી, DRDOએ નવી પેઢીની આકાશ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

Social Share

નવી દિલ્હી: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝશને નવી પેઢીની આકાશ મિસાઇલનું એક સપાટીથી હવામાં માર કરનારી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. મૈન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલને થર્મલ સાઇટની સાથે એકીકૃત એક મેન-પોર્ટેબલ લોન્ચરથી લોન્ચ કરવામાં આવી હતી.

મિસાઇલના પરીક્ષણ દરમિયાન તેણે પોતાના ટાર્ગેટનો ખાત્મો બોલાવી દીધો હતો. ઓડિશાના કિનારાથી એકીકૃત પરીક્ષણ રેન્જથી સફળતાપૂર્વક મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. મિસાઇલે ડાયરેક્ટ એટેક મોડમાં ટાર્ગેટને મારી તેને નષ્ટ કરી દીધો હતો. DRDOએ કહ્યું કે, મિશનના બધા જ ઉદ્દેશ્યોને પૂરા કરવામાં આવ્યા.

DRDL અને DRDO લેબની સહાયતાથી આ મિસાઇલ સિસ્ટમને વિકસિત કરવામાં આવી છે. મિસાઇલના પરીક્ષણને ભારતીય વાયુસેનાના પ્રતિનિધિઓએ પણ જોયું છે. મિસાઇલની ઉડાન સંબંધિત ડેટાનું એનાલિસિસ કરવા માટે ITRએ ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ, રડાર અને ટેલીમેટ્રી જેવા ઘણા રેન્જ સ્ટેશનોને તૈનાત કર્યા હતા.

ડીઆરડીઓએ કહ્યું કે, પરીક્ષણ દરમિયાન, મિસાઇલે ઝડપી હવાઈ ખતરાને બેઅસર કરવા માટે જરૂરી ઉચ્ચ ગતિશીલતાનું પ્રદર્શન કર્યું છે. મહત્વનું છે કે વાયુસેનામાં આકાશની તૈનાતી થવા પર હવામાં ભારતની તાકાત વધુ મજબૂત થશે.