Site icon Revoi.in

વર્ષ 2020થી પૃથ્વી ઝડપી ગતિએ ફરવા લાગી છે, વૈજ્ઞાનિકો પણ અવઢવમાં

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીને કારણે જાહેર થયેલા દેશવ્યાપી લોકડાઉનમાં આપણે સૌ ઘરે બેઠા હતા તો એવું લાગી રહ્યું હતું કે સમયનું પૈડું થંભી ગયું છે પરંતુ આંકડા તો કંઇક અલગ જ દર્શાવી રહ્યા છે. આંકડા પ્રમાણે સમય દોડી રહ્યો છે. એવું માત્ર કહેવા માટે નથી કહી રહ્યા હકીકતમાં પૃથ્વી પોતાની ધરી પર સામાન્ય કરતાં વધુ ઝડપથી ભ્રમણ કરી રહી છે. જેના કારણે 1 દિવસ 24 કલાક કરતાં થોડો નાનો થયો છે. હવે આ મુદ્દે ચર્ચા શરૂ થઇ છે કે શું આની ગણતરી સરખી રીતે થવી જોઇએ કે નહીં.

અગાઉ ક્યારેય નેગેટિવ લીપ સેંકડને સમયમાં નથી ઉમેરવામાં આવ્યો પરંતુ વર્ષ 1970થી અત્યાર સુધી 27 વખત સેકંડને વધારવામાં ચોક્કસ આવી છે. જ્યારે ધરતીએ એક ચક્કર પૂરું કરવામાં 24 કલાકથી વધુનો સમય લગાવ્યો હોય ત્યારે આ સમયમાં એક સેકંડ ઉમેરવામાં આવે છે. અર્થાત્ અત્યાર સુધીમાં 27 નેગેટિવ સેકંડ જોડવામાં આવી છે. જો કે, ગત વર્ષે ચક્કર પૂરું કરવામાં ઓછો સમય લાગ્યો છે.

વર્ષ 1960 પછીથી ઓટોમેટિક ઘડિયાળો દિવસની લંબાઇનો ચોક્કસ રેકોર્ડ રાખી રહી છે. જે મુજબ, 50 વર્ષમાં પ્રથમવાર ધરતીએ પોતાની ધરી પર ફરવામાં 24 કલાકથી ઓછો સમય લીધો છે. 24 કલાકમાં 86,400 સેકંડ હોય છે. અર્થાત્ પૃથ્વીને એક ચક્કર પૂરું કરવામાં 86,400 સેકંડ લાગે છે. જો કે, વર્ષ 2020માં આ સ્થિતિ બદલાઇ ગઇ અને હવે એક દિવસ પૂરો થવામાં 86,400 સેકંડથી ઓછો સમય લાગી રહ્યો છે. જુલાઇ 2020માં 24 કલાકનો દિવસ પૂરો થવામાં 1.4602 મિલિસેકંડ ઓછો સમય લાગી રહ્યો છે. આ અત્યારસુધીનો સૌથી નાનો દિવસ હતો. હવે સરેરાશ પ્રત્યેક દિવસ 0.5 સેકંડ વહેલો પૂર્ણ થઇ જાય છે.

શું થશે અસર?

સમયમાં થઈ રહેલા આ પરિવર્તનની અસર મોટા સ્તરે જોવા મળશે. સેટેલાઈટ અને સંપર્ક ઉપકરણ સોલર ટાઈમ મુજબ કામ કરે છે, જે ચંદ્ર, તારા અને સૂર્યની સ્થિતિ પર આધારિત હોય છે. આને જાળવી રાખવા માટે પેરિસની ઈન્ટરનેશનલ અર્થ રોટેશન સર્વિસ અગાઉ લીપ સેકંડને ઉમેરવાનું કામ કરતી હતી. મહત્વનું છે કે, સમયનું આ પરિવર્તન ઓટોમેટિક ક્લોક પર જ જોઈ શકાય છે.

(સંકેત)