Site icon Revoi.in

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની મુશ્કેલી વધી, EDએ ECIR કર્યો દાખલ

Social Share

મુંબઇ: 100 કરોડની ખંડણીના મામલે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ બરોબરના ફસાયા છે. હવે ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમની વિરુદ્વ ECIR એટલે કે Enforcement Case Information Report દાખલ કર્યો છે.

આપને જણાવી દઇએ કે અગાઉ મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે અનિલ દેશમુખ ઉપર 100 કરોડની ખંડણી અંગે ગંભીર આરોપ લગાવ્યા હતા, તે બાદ, CBIએ મુંબઇ હાઇકોર્ટના આદેશ અનુસાર દેશમુખ વિરુદ્વ કેસ નોંધ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હવે આ ગુનાની તપાસ આદરી છે.

શું છે ECIR

ECIR એટલે તપાસ શરૂ કરતા પૂર્વે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અહેવાલ કરાયેલ પ્રથમ સત્તાવાર દસ્તાવેજ, એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ છે. ઇડી પૈસાની શોધખોળના કેસની માહિતી મળતાની સાથે જ ECIR નોંધાવે છે. તેથી હવે ED અનિલ દેશમુખની તપાસ શરૂ કરશે.

જાણો સમગ્ર મામલો

મુંબઇના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે સસ્પેન્ડેડ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વાઝને દર મહિને 100 કરોડની વસૂલાત કરવાનો આદેશ આપ્યો હતો, એમ મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને લખેલ પત્રમાં આરોપ લગાવ્યો હતો.

(સંકેત)