Site icon Revoi.in

જમ્મૂ કાશ્મીરમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ, કેન્દ્ર પક્ષો સાથે કરશે ચર્ચા

Social Share

જમ્મૂ કાશ્મીરમાં હાલમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. જમ્મૂ કાશ્મીરની ચૂંટણીઓ સાથે જોડાયેલી રાજનીતિક પ્રક્રિયા શરૂ કરવા અને રાજ્યનો દરજ્જો બહાલ કરવા માટે કેન્દ્ર સરકાર રાજ્યના રાજકીય પક્ષોની સાથે વાતચીત શરૂ કરી શકે તેવા અહેવાલો છે. જો કે આ મામલે કોઇ રાજકીય પક્ષને સત્તાવાર રીતે આમંત્રણ આપવામાં આવ્યું નથી.

જમ્મૂ કાશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં મદદ કરવા માટે ગઠીત સાત પક્ષીય ગઠબંધન ગુપકર ગઠબંધને કેન્દ્ર સરકાર સાથે વાતચીતમાં સામેલ થવાના સંકેતો આપ્યા છે.

નેશનલ કોન્ફરન્સ નામના પક્ષે કહ્યું છે કે તેઓ પરિસીમન પ્રક્રિયામાં સામેલ થઇ શકે છે. આ પહેલા જુન 2018માં ભાજપ અને પીડીપીનુ ગઠબંધન તુટી ગયું હતું અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવાયું હતું. તે બાદ કોઇ રાજકીય પ્રક્રિયા નહોતી કરવામા આવી.  

ઓગસ્ટ 2019માં કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરની વિશેષ બંધારણીય સિૃથતિને સમાપ્ત કરી દીધી હતી અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજન કરી નાખ્યું હતું.  એવી આશા હતી કે 2019માં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ થશે. 

જોકે ચૂંટણી પંચે તે અહેવાલોને નકાર્યા હતા. હવે એવા અહેવાલો છે કે સરકાર રાજકીય પક્ષોની સાથે ચૂંટણી યોજવા અંગે રાજકીય સંગઠનો સાથે વાતચીતની પ્રક્રિયા શરૂ કરી શકે છે.