Site icon Revoi.in

જગતના તાત માટે આનંદના સમાચાર, કેરળમાં વિધિવત ચોમાસાનું આગમન

Social Share

નવી દિલ્હી: જગતના તાત એવા ખેડૂતો માટે આનંદના સમાચાર છે. દક્ષિણ-પશ્વિમ ચોમાસુ આજે કેરળન દક્ષિણ દરિયા કિનારે પહોંચી ગયું છે. કેરળમાં હવે ચોમાસાના આગમન સાથે જ દેશમાં વર્ષાઋતુના 4 મહિનાની શરૂઆત થઇ ગઇ છે.

ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મોહપાત્રાએ કહ્યું કે, દક્ષિણ પશ્વિમના ચોમાસાએ કેરળમાં પ્રવેશ કરી દીધો છે. સામાન્યપણે દક્ષિણ પશ્વિમનું આ ચોમાસું 1 જૂનના રોજ કેરળ પહોંચે છે જ્યારે આ વખતે 2 દિવસ મોડું પડ્યું છે.

આ પહેલા ચોમાસાએ અંદમાનમાં 21 મેના રોજ એન્ટ્રી લીધી હતી. 27 મેના રોજ અડધા શ્રીલંકા અને માલદીવને પાર કર્યા પછી મજબૂત હવાઓની અછતના કારણે 7 દિવસ સુધી ચોમસાની ઉત્તરી સીમા કોમોરિન સમુદ્રમાં જ રોકાઈ ગઈ હતી. જોકે હવે પરિસ્થિતિઓ અનુકુળ છે.

હિમાચલના શિમલામાં પશ્વિમી ડિસ્ટર્બન્સના કારણે ત્યાં ઝડપી પવન સાથે વરસાદ થયો હતો. મોસમ વિભાગની યલો અલર્ટની વચ્ચે શિમલાની નજીકના ઉપરી વિસ્તારમાં વરસાદની સાથે બરફના કરા પડવાથી અનેક વૃક્ષોને નુકસાન પહોંચ્યું છે.

મોસમ વિભાગના જણાવ્યા મુજબ શિમલા સહિત રાજ્યના મધ્યમ ઉંચાઈવાળા પર્વતીય વિસ્તારમાં પાંચ જૂન અને ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં ચાર જૂન સુધી હવામાન ખરાબ રહેશે.