Site icon Revoi.in

વિશ્વમાં રહેવાલાયક દેશોમાં ભારત 51માં ક્રમાંકે, જુઓ યાદીમાં બીજા ક્યાં દેશો છે સામેલ

Social Share

નવી દિલ્હી: ભારત કામ કરવા માટે તેમજ રહેવાલાયક દેશોની વૈશ્વિક યાદીમાં નીચલા સ્તર પર જોવા મળ્યું છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર વિદેશી મૂળના લોકોની પસંદગી આધારિત એક સૂચકાંક એક્સપેટ ઇનસાઇડર 2021ના માધ્યમથી આ જાણકારી સામે આવી છે. ભારતની આ સ્થિતિ માટે કોરોના કાળની સ્થિતિને જવાબદાર માનવામાં આવી રહી છે. આ સૂચકાંક પોતાના મૂળ દેશને છોડીને બીજા દેશમાં રહી કામ કરવા માટે પસંદગી કરનારાની પસંદ પર આધારિત છે. જે દર વર્ષે જર્મનીના સંગઠન ઇન્ટરનેશન્સ જારી કરે છે.

આ સર્વેમાં 59 દેશોના 12420 લોકોને આવરી લેવામાં આવ્યા છે જે તે દેશના મૂળ નિવાસી નથી. આ સર્વેમાં સામેલ એક્સપૈટને દેશમાં જીવનની ગુણવત્તા, આર્થિક ખર્ચ, રોજગારી, સ્વાસ્થ્ય સુવિધા અંગે પૂછવામાં આવ્યું હતું અને તેના આધાર પર રેન્કિંગ આપવામાં આવ્યું હતું.

આ યાદીમાં ભારત 59 દેશોની તુલનાએ 51માં સ્થાન પર છે. ભારતમાં રહી ચૂકેલા વિદેશી લોકો અનુસાર ભારતમાં વાયુ પ્રદૂષણ, પાણી અને સ્વચ્છતા જેવા પાયાગત ઢાંચાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.  આ કારણ છે કે અહીંયા રહેવું બરોબર નથી. તે ઉપરાંત તે લોકોએ ભારતમાં સ્વાસ્થ્ય સુવિધાની અછતની પણ વાત કરી હતી.

તાઇવાન પ્રથમ સ્થાન પર

કોરોનાની લડાઈમાં સારુ પ્રદર્શન કરનારો તાઈવાન સતત ત્રીજા વર્ષે એક્સપૈટ ઈનસાઈડર 2021 માં પ્રથમ સ્થાને રહ્યું. એક્સપૈટ્સે તાઈવાનમાં નોકરીની સુરક્ષા અને સ્થાનીય અર્થવ્યવસ્થાની ખુલી વખાણ કર્યા. 96 ટકા લોકોએ તાઈવાનમાં મળનારી મેડિકલ દેખરેખને બિરદાવી તો 94 ટકા લોકોએ કહ્યુ કે તે તેમના સામર્થ્યથી ઘણી સંતુષ્ટ છે. 96 ટકા પ્રવાસીઓએ તાઈવાનની વસ્તીને વિદેશી નિવાસીઓ પ્રત્યે મિત્રવત ગણાવ્યા. તાઈવાન બાદ મેક્સિકો અને કોસ્ટા રિકા રહેવા અને કામ કરવા માટે સૌથી સારી જગ્યા તરીકે બીજા અને ત્રીજા સ્થાન પર રહ્યા. યાદીમાં મલેશિયાના ચૌથા અને પોર્ટુગલને 5માં સ્થાને છે. અમેરિકા 34માં સ્થાન પર રહ્યુ.

રહેલા લાયક ટોપ 5 દેશો 

સૌથી નીચેના 5 દેશો

કુવૈત સતત 8 વર્ષમાંથી 7 મી વાર રહેવા અને કામ કરવા માટે પ્રવાસીઓ માટે સૌથી ખરાબ ગંતવ્ય સ્થાન માટે પસંદ કરાયુ છે. 47 ટકા એક્સપૈટ્સે કહ્યુ કે કુવૈત રહેવા લાયક નથી. ત્યાંની ખરાબ નાણા સ્થિતિના કારણે ઈટલીને બીજા સૌથી ખરાબ સ્થાનનો હોદ્દો મળ્યો. 56 ટકા એક્સપર્ટ્સે કહ્યુ કે ઈટલીમાં સ્થાનીય કરિયરની તક બહું ખરાબ છે.