Site icon Revoi.in

ગામને કોરોના મુક્ત બનાવવા આ રાજ્યની પહેલ, ‘કોરોના મુક્ત’ સ્પર્ધાની કરી જાહેરાત

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીથી જો કોઇ સૌથી વધુ પ્રભાવિત રાજ્ય હોય તો તે મહારાષ્ટ્ર છે. કોરોનાની બીજી લહેરે દેશના અનેક રાજ્યો સહિત મહારાષ્ટ્રમાં પણ પ્રકોપ વર્તાવ્યો હતો. હાલમાં મહારાષ્ટ્રમાં શહેરની તુલનાએ ગામડાઓ વધુ પ્રભાવિત થઇ રહ્યાં છે.

મહારાષ્ટ્રમાં ચિંતાજનક રીતે પ્રસરતા કોરોના સંક્રમણને ડામવા માટે ઉદ્વવ ઠાકરે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગામડાઓમાં કોરોનાનો પ્રકોપ ઓછો થાય તે માટે રાજ્ય સરકારે કોરોના મુક્ત ગામ સ્પર્ધાની જાહેરાત કરી છે. જે હેઠળ પહેલું ઇનામ 50 લાખ રૂપિયા, બીજુ ઇનામ 25 લાખ રૂપિયા અને ત્રીજો નંબર આવતા ગામને 15 લાખ રૂપિયાનું ઇનામ અપાશે.

કોરોના સંક્રમણના પ્રસારને રોકવા માટે ગામડાઓ દ્વારા લેવાતા પગલાંની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ સરાહના કરી હતી. તે ઉપરાંત ઉદ્વવ ઠાકરે સરકારે મારું ગામ કોરોના મુક્ત અભિયાન છેડ્યું હતું. રાજ્યના ગ્રામીણ વિકાસ મંત્રીએ કહ્યું હતું કે, કોરોના મુક્ત ગામ સ્પર્ધા મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાયેલી એક પહેલનો હિસ્સો છે. જેમાં કોરોના સામેની જંગમાં શ્રેષ્ઠ કાર્ય કરનાર અને પગલાં લેનાર ત્રણ ગ્રામ પંચાયતોને ઇનામ અપાશે. રાજ્યમાં 6 રાજસ્વ મંડળ હશે જેથી કુલ પુરસ્કાર 18 થશે તેમજ ઇનામની રકમ 5.4 કરોડ રૂપિયા હશે.

સ્પર્ધામાં જીતનાર ગામને પ્રોત્સાહન રકમ તરીકે ઇનામની રકમ જેટલી વધારાની રમક અપાશે તેનો ઉપયોગ ગામના વિકાસ કાર્યો માટે કરવામાં આવશે.