Site icon Revoi.in

આજથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં નહીં મળે ભોજનની સુવિધા

Social Share

નવી દિલ્હી: જો તમે પણ ડોમેસ્ટિક ફ્લાઇટથી મુસાફરી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આજથી ફ્લાઇટમાં ભોજનની સુવિધા ઉપલબ્ધ નહીં કરાવવામાં આવે. આ નિયમ આજથી લાગૂ થશે.

દેશમાં કોરોનાના કેસ સ્ફોટક રીતે વધી રહ્યા છે. તેને જોતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નિર્ણય કર્યો છે કે હવે ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં મુસાફરી કરનારા એવા પ્રવાસી જેમનો પ્રવાસ 2 કલાકથી ઓછો છે. તેમને મુસાફરી દરમિયાન ભોજનની સુવિધા ઉપલબ્ધ નહીં કરાવવામાં આવે.

મંત્રાલયે આ અંગે દિશાનિર્દેશ જારી કરતા કહ્યું કે, દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન એરલાઇન્સની ઉડાનો દરમિયાન એ લોકોને ભોજન ઉપલબ્ધ કરાવવાની પરવાનગી નથી. જેમની મુસાફરીનો સમય 2 કલાકથી ઓછો છે. જો કે, જે ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં પ્રવાસનો સમય 2 કલાકથી વધારે હોય તે એરલાઈન્સ કંપની તેમને ભોજન ઉપલબ્ધ કરાવી શકે છે.

નોંધનીય છે કે ગત વર્ષે કોરોના સંક્રમણ બાદ લાગૂ કરાયેલા લોકડાઉન બાદ જ્યારે 25 મેના રોજ ડોમેસ્ટિક્સ ફ્લાઇટ્સ પૂર્વવત કરવામાં આવી ત્યારે મંત્રાલયે તમામ એરલાઇન્સને કેટલીક શરતોને આધીન વિમાનની અંદર પ્રવાસીઓને ભોજન ઉપલબ્ધ કરાવવાની પરવાનગી અપાઇ હતી. જો કે, કોરોનાના વધતા કેસ બાદ ભોજન નહીં આપવાનો નિર્ણય લેવાયો છે.

(સંકેત)