Site icon Revoi.in

હવામાન અંગે કોઇપણ પૂર્વાનુમાન 100% સાચુ ના પડી શકે:IMD

Social Share

નવી દિલ્હી: જ્યારે વરસાદ, ગરમી, ઠંડી કે વાવાઝોડાં જેવી કુદરતી પરિસ્થિતિને લઇને જ્યારે અનુમાન કરવામાં આવે છે અને બાદમાં જ્યારે અનુમાન પ્રમાણે ના થાય તો હવામાન વિભાગની નિંદાઓ થતી હોય છે. પૂર્વાનુમાનને લઇને ભારતીય હવામાન વિભાગ નિંદાઓથી ઘેરાઇ રહ્યું છે.

આ અંગે IMDમાં હવામાન વિજ્ઞાનના ડિરેક્ટર મૃત્યુંજય મહાપાત્રા અનુસાર વિશ્વમાં કઇ પણ આગાહી મૉડલમાં સર્વશ્રેષ્ઠ ટેક્નોલોજી સાથે પણ 100 ટકા ચોક્કસાઇ જોવા મળતી નથી.

મહાપાત્રાએ જણાવ્યું કે, “અણધાર્યું” ચોમાસું હોય ત્યારે તેના વિશે શ્રેષ્ઠ ટેક્નોલોજી સાથે પણ માત્ર 55-60% ચોકસાઈવાળી જ આગાહી કરી શકાતી હોય છે.

અમારું લક્ષ્ય એવી ટેક્નોલોજીનું છે કે જેના દ્વારા હવામાનનું પૂર્વાનુમાન ચોક્કસાઇ વાળું હોય. જો કે. હજુ તે દિવસ દૂર છે, ત્યાં સુધી વ્યક્તિના અનુભવ અને ડેટાની સમજ જરૂરી છે.

ચોમાસું ધીમું હોવાની અને જુલાઇના બીજા સપ્તાહ સુધી મધ્ય સુધી આવવાના સંદર્ભે 1 જુલાઇએ કરાયેલા પૂર્વાનુમાન હજુ ટ્રેક પર છે. જો કે, કેટલાક મામલામાં લાંબા સમયના પૂર્વાનુમાન ચોક્કસ ના હોઇ શકે. આ પ્રકારનું પૂર્વાનુમાન કરવું પડકારજનક છે.

હવામાન વિભાગ મુજબ 24 કલાક માટેની હવામાનની અપડેટ 80%, તેનાથી વધુ 5 દિવસ માટેની આગાહી 60% સાચી પડતી હોય છે. હવામાન વિભાગ મુજબ, આ પ્રકારનું અનુમાન માનવ હસ્તક્ષેપ પર આધારિત હોય છે, કારણે ઘણી વખત માત્ર ડેટા ઉપર આધારિત રહેવાથી અર્થઘટના અવળું થઈ શક છે.

દરરોજ સવારે હવામાન વિભાગ દ્વારા વિડીયો મીટિંગનું આયોજન કરવામાં આવે છે જેમાં દેશભરના વૈજ્ઞાનિક પોતાનો અનુભવ શેર કરે છે, આ સાથે થોડા દિવસ માટે રહેનારી પેટર્ન વિશે વાત કરે છે. હવામાન અંગેની આગાહી મશીન, સેટેલાઈટ તસવીરો અને રડાર ટેક્નોલોજી પર આધારિત હોય છે. હોય

Exit mobile version