Site icon Revoi.in

આધાર કાર્ડ 4 અલગ અલગ પ્રકારના પણ હોય છે, આ રીતે ઘરે જ મંગાવી શકો છો કલરફૂલ કાર્ડ

Social Share

નવી દિલ્હી: આજકાલ કોઇપણ સરકારી કામકાજ માટે આધાર કાર્ડ સૌથી વધુ અગત્યનું ડોક્યુમેન્ટ છે. આજકાલ આધારકાર્ડમાં પણ નવા રંગીન બારકોડના આધાર કાર્ડ ચલણમાં છે.

આજના સમયમાં આધાર કાર્ડ વિના કોઇપણ સરકારી કામકાજ શક્ય નથી. ઘર ખરીદવાથી લઇને બેંક એકાઉન્ટ ખોલવા સુધીના દરેક કામકાજમાં આધાર કાર્ડ હોવું અનિવાર્ય છે. આજકાલ ઇ આધાર કાર્ડ ચલણમાં છે. આજે જણાવીશું કે 4 અલગ અલગ પ્રકારના આધાર કાર્ડ ચલણમાં છે.

શરૂઆતમાં બ્લેક એન્ડ વ્હાઇટ આધાર કાર્ડ આવતા પરંતુ હવે કલર આધાર કાર્ડ આવવા લાગ્યા છે. તેને પીવીસી કાર્ડ કહેવામાં આવે છે. તેને એપ્લાય કરવાનું પણ સરળ છે. તમે ઘરમાં બેસીને જ આ કાર્ડ મંગાવી શકો છો. તેને માટે તમારે UIDAIની અધિકૃત સાઇટ https://uidai.gov.in/ પર જવાનું રહે છે. અહીં My Aadhaar સેક્શનના Order Aadhaar PVC Card પર ક્લિક કરવાનું રહેશે. અહીંથી તમે આધાર નંબર નાંખીને પીવીસી કાર્ડ માટે સરળતાપૂર્વક એપ્લાય કરી શકો છો. આ ઉપરાંત તમે તેને ઑનલાઇન પણ ટ્રેક કરી શકો છો. આ કાર્ડ માટે 50 રૂપિયા શુલ્ક છે. આ પછી 7-15 દિવસમાં તેને તમારા ઘરે મેળવી શકાશે.

આધાર કાર્ડ સામાન્યપણે ચાર પ્રકારના હોય છે.

ઇ આધાર

આ કાર્ડની એક ડિજીટલ કે સોફ્ટ કોપી હોય છે તેને આધારની અધિકૃત વેબસાઇટથી ડાઉનલોડ કરી શકાય છે.

એમ આધાર

આને તમે મોબાઇલ આધાર પણ કહી શકો છો. જો તમે મોબાઇલ એપથી ડિજીટલ આધાર કાર્ડનો ઉપયોગ કરશો તો તેને m-Aadhaar કહેવાશે.

આધાર લેટર

જ્યારે પ્રથમવાર આધાર કાર્ડ આવે છે તેમાં એક લાંબુ આધાર કાર્ડ હોય છે જેને આધાર લેટર કહેવાય છે.

આધાર કાર્ડ

આધાર લેટરની નીચેનો ભાગ આધાર કાર્ડ હોય છે. જેને કાપીને તમે અલગ કરીને રાખી શકો છો. આ ઉપરાંત તમે કલરફૂલ આધાર કાર્ડ પણ મેળવી શકો છો. તેને પીવીસ આધાર કાર્ડ કહેવાય છે.