Site icon Revoi.in

ચીને અરુણાચલમાં ગામ વસાવ્યા બાદ સરકારે અરુણાચલ પ્રદેશમાં જવાનો તૈનાત કર્યા

Social Share

નવી દિલ્હી: લદ્દાખ સરહદે ભારત અને ચીન વચ્ચે તંગદિલી ચાલુ જ છે ત્યાં બીજી તરફ ચીને અરુણાચલ પ્રદેશમાં પણ નવો મોરચો ખોલ્યો છે. અરુણાચલ પ્રદેશમાં ચીને એક આખું ગામ વસાવી લીધા બાદ હવે કેન્દ્ર સરકાર સફાળી જાગી છે. કેન્દ્ર સરકારે હવે અરુણાચલ પ્રદેશમાં 10,000થી વધુ જવાનો ખડકવાનો નિર્ણય લીધો છે. સરકારે તે 3 હજાર જવાનોને પૂર્વોત્તરના રાજ્યોમાંથી સરહદ પર નિયુક્ત કરી દીધા છે.

પૂર્વોત્તરના રાજ્યોમાં આંતરિક સલામતી વ્યવસ્થા મજબૂત જણાતાં ભારતે અરુણાચલ પ્રદેશ સહિતના વિસ્તારોમાંથી જવાનોની સંખ્યા ક્રમશ ઘટાડવાની કવાયત હાથ ધરી છે. ભારતીય સૈન્ય પૂર્વોત્તરના રાજ્યોમાંથી જવાનોને ખસેડીને સરહદોના રક્ષણના તેના મુખ્ય કામ પર ધ્યાન આપશે. તાજેતરમાં આ વિસ્તારમાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક ચીને એક આખુ ગામ વસાવી દીધું હોવાના સમાચારોને પગલે કેન્દ્ર સરકાર સફાળી જાગી છે.

ભારતીય સૈન્યે હવે પૂર્વોત્તરના રાજ્યોમાં ચીનના જોખમને ધ્યાનમાં લઈને વર્ષના અંત સુધીમાં વધારાના ૧૦,૦૦૦ જવાનો તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે તેમ નામ જાહેર નહીં કરવાની શરતે સૂત્રોએ જણાવ્યું હતું. પૂર્વોત્તરમાં જવાનોની તૈનાતીનો આશય સંવેદનશીલ વિસ્તારોમાં ચીનના સૈન્ય સાથે કોઈ સંઘર્ષ થાય તો સરહદીય મોરચા પરના જવાનોને ત્વરીત સહાય પહોંચાડવાનો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય સૈન્યે હાલ પૂર્વોત્તરમાંથી ૩,૦૦૦ જવાનોને હટાવી લીધા છે અને અરૂણાચલ પ્રદેશમાં એલએસી પર તેમની નિયુક્તિ કરી દીધી છે. બાકીના ૭,૦૦૦ જવાનોને પણ વર્ષના અંત સુધીમાં આંતરિક વિસ્તારોમાંથી હટાવીને સરહદ પર મોકલાશે. નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણયથી સરહદની સલામતી પર સૈન્યનું ફોકસ વધશે.

(સંકેત)