Site icon Revoi.in

દેશના ગરીબોને મોદી સરકાર નિ:શુલ્ક અનાજ આપશે, 80 કરોડ લાભાર્થીઓને મળશે ફાયદો

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસના પ્રકોપને જોતા કેન્દ્ર સરકારે ગરીબ પરિવારો માટે ફરી એક વખત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર રાશનકાર્ડ ધારકોને મે અને જૂન મહિનામાં 5-5 કિલો વધારે અન્ન મફત આપશે. આ અંતર્ગત 80 કરોડ લાભાર્થી લાભાન્વિત થશે. મે અને જૂન મહિનામાં ગરીબોને 5 કિલો નિ:શુલ્ક અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ અન્ન યોજના પર 2600 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ થશે.

આપને જણાવી દઇએ કે પીએમ મોદીની ગરીબો પ્રત્યેની પ્રતિબદ્વતાના અનુરૂપ, ભારત સરકારે ગત વર્ષની જેમ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 80 કરોડ લાભાર્થીઓને મફત ખાદ્યાન્ન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે.

નોંધનીય છે કે, ગત વર્ષે કોવિડ-19ની પ્રથમ લહેર દરમિયાન જ્યારે દેશવ્યાપી લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું ત્યારે આ યોજનાની જાહેરાત કરાઇ હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે દેશ જ્યારે સંકટમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે ગરીબોને પૂરો સહયોગ મળ્યો. આ યોજના પર સરકારના 26 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે.

(સંકેત)