Site icon Revoi.in

જમ્મૂ કાશ્મીરમાં હવે સરકારી શાળાઓનું નામ શહીદોના નામ પર રખાશે

Social Share

નવી દિલ્હી: ભારતના સામાન્ય નાગરિકોની વિચાર શક્તિ, મંતવ્ય કે અભિપ્રાય અને સલાહ મોદી સરકારના મોટા નિર્ણયોમાં અગત્યની ભૂમિકા ભજવતા હોય છે. જેનું તાજેતરનું દ્રષ્ટાંત એક સામાન્ય નાગરિકનું સૂચન છે. આ નાગરિકના સૂચન બાદ જમ્મૂ કાશ્મીરમાં શાળાઓના નામ શહીદોના નામ પર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ચાંદની પ્રીતિ શાહ નામની એક મહિલાએ ટ્વિટ કરી હતી કે, આપણે આપણી સરકારી શાળાઓના નામ શહીદો અને વીરોના નામે રાખી શકીએ કે જેમણે દેશની રક્ષા કાજે પોતાના જીવ ગુમાવ્યો. તેમની શહીદીની આનાથી મોટી શ્રદ્વાંજલિ શું હોઇ શકે? પ્રીતિએ આ ટ્વિટમાં પીએમ મોદી, અમિત શાહ અને PMOને ટેગ કર્યા છે.

સોશિયલ મીડિયા પર ખૂબ જ નજીકથી નજર રાખનારી મોદી સરકારને આપવામાં આવેલી આ સલાહ ખૂબ ચર્ચામાં હતી. આ સલાહની ચર્ચા તીવ્ર બની જ્યારે જમ્મુના વિભાગીય કમિશનર દ્વારા આ સંદર્ભમાં આદેશ જારી કરવામાં આવ્યો ત્યારે. 29 જુલાઇના આ આદેશમાં લખવામાં આવ્યું હતું કે ઉચ્ચ અધિકારીઓ પાસેથી મળેલી સૂચના મુજબ જિલ્લાના ગામો/મ્યુનિસિપલ વોર્ડમાં સરકારી શાળાઓના નામ શહીદોના નામ પર રાખવામાં આવશે. જેમાં પોલીસ આર્મી અને CRPF ના શહીદોને સામેલ કરવામાં આવશે.

આ નિર્ણયની જાણકારી સામે આવતા જ ચાંદની પ્રીતિ એ ફરી ટ્વિટ કરીને પીએમ મોદીનો આભાર માન્યો હતો. પોતાના ટ્વીટમાં ચાંદની પ્રીતિએ લખ્યું કે દેશના પ્રધાનમંત્રી તમને અહેસાસ કરાવે છે કે દેશમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં તમારું પણ યોગદાન છે.

Exit mobile version