Site icon Revoi.in

કોવેક્સિનમાં Calf Serumના ઉપયોગ પર સરકારની સ્પષ્ટતા, આ માત્ર એક અફવા છે

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની  વિરુદ્વની જંગમાં રસીને સૌથી અસરકારક હથિયાર માનવામાં આવે છે. જો કે રસી અંગે લોકોમાં અનેક ગેરસમજ પણ પ્રવર્તિત છે જેને સરકાર સમયાંતરે દૂર કરવા માટે પ્રયાસરત રહે છે. કોવેક્સિનમાં વાછરડાના સીરમનો ઉપયોગ થવા અંગે કેટલીક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સરકારે આ અંગે સ્પષ્ટતા કરી છે કે, આ તથ્યોને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યા છે.

સરકારે બહાર પાડેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોવેક્સિનની સંરચના અંગે કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરાયો છે કે રસીમાં વાછરડાનું સીરમ હોય છે. તે સાચુ નથી અને તથ્યોને તોડી મરોડીને રજૂ કરાયા છે.

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, Calf Serumનો ઉપયોગ માત્ર વેરો કોશિકાઓની તૈયારીઓ કે વૃદ્વિ માટે કરાય છે. વિભિન્ન પ્રકારના ગોજાતીય અને અન્ય પશુ સીરમ વેરો સેલ વિકાસ માટે વિશ્વ સ્તર પર ઉપયોગમાં લેવાનારા Standard enrichment ingredient છે.

વેરો કોશિકાઓની ઉપયોગિતા કોશિકા જીવનને સ્થાપિત કરવા માટે છે. જે રસીના ઉત્પાદનમાં મદદરૂપ બને છે. પોલિયો, રેબીઝ, ઇન્ફ્લુએન્ઝાની રસીઓમાં દાયકાઓથી આ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે.

વેરો કોશિકાઓની વૃદ્વિ બદ Calf Serumથી મુક્ત એટલે કે સાફ કરવા માટે અનેકવાર પાણી અને કેમિકલથી તેને ધોવામાં આવે છે.