Site icon Revoi.in

આગામી બે વર્ષમાં ટોલ પ્લાઝા ખતમ થઇ જશે: નીતિન ગડકરી

Social Share

નવી દિલ્હી: મોદી સરકાર એક પછી એક અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ લાવી રહી છે ત્યારે હવે મોદી સરકાર ટોલ પ્લાઝાને લઇને એક મોટી યોજના બનાવી રહી છે. એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું હતું કે ટોલ ટેક્સ માટે જીપીએસ સિસ્ટમ માટે કામ ચાલી રહ્યું છે, જેમાં ટોલ પેમેન્ટ આપમેળે મુસાફરીના અંતરે કાપવામાં આવશે. આગામી સમયમાં ટોલ પ્લાઝા સંપૂર્ણ રીતે ખતમ થઇ જશે અને વાહનો સ્વતંત્ર રીતે ચલાવી શકાશે.

મોદી સરકાર હાલમાં ટેક્નોલોજીની મદદથી ટોલ યોજનાઓને દૂર કરીને ટ્રાફિક સરળ બનાવવા તરફ કામ કરી રહી છે. આનો અર્થ એ છે કે તમામ રસ્તાઓ પરથી ટોલ પ્લાઝા દૂર કરવામાં આવશે. પરંતુ તમારા પર લાદવામાં આવેલા ટોલ ટેક્સ બંધ થશે નહીં. એટલે કે, જી.પી.એસ સિસ્ટમ અંતર્ગત દરેક વસ્તુ હાઇ ટેક હશે અને તેના માધ્યમથી તમારા નાણાં કાપવામાં આવશે, ફક્ત તમારે ટોલ પ્લાઝા પર રોકાવાની અને ચૂકવણી કરવાની જરૂર રહેશે નહીં.

જો બધુ યોગ્ય રીતે ચાલશે તો આગામી 5 વર્ષમાં સરકારની તિજોરીમાં આવનારી આવક આશરે 1.34 ટ્રિલિયન સુધી વધી શકે છે. તાજેતરમાં માર્ગ પરિવહન અને હાઇવે અને એનએચએઆઇના હાજરીમાં ટોલ કલેક્શન માટે જીપીએસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રજૂઆત કરવામાં આવી હતી. હવે સરકાર આશા રાખી રહી છે કે 5 વર્ષમાં આવક 1,34,000 કરોડ રૂપિયા થશે.

નોંધનીય છે કે ફાસ્ટેગના પહેલાથી અમલ થવાથી બળતણની બચત થઇ રહી છે અને પ્રદૂષણ પણ ઓછું થઇ રહ્યું છે. જો કે, કેટલાક સ્થળોએ, કર્મચારીઓ ટોલ લઇ રહ્યા છે, જે તરફ સરકાર કામ કરી રહી છે. ફાસ્ટેગ કેશલેસ વ્યવહારોને પણ પ્રોત્સાહિત કરી રહ્યું છે.

(સંકેત)