Site icon Revoi.in

સકારાત્મક સમાચાર: દેશમાં રિકવરી રેટ વધીને 85.6 % થયો, કોરોનાના કેસની ગતિ પણ ઘટી

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેર હવે પૂર્ણ થવાને આરે હોય એવા સંકેતો મળી રહ્યા છે. જેનું કારણ એ છે કે દેશમાં રિકવરી રેટ વધી રહ્યો છે. દેશમાં હવે રિકવરી રેટ વધીને 85.6 ટકા થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 4,22,436 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે તેવું સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું. તે ઉપરાંત 1 લાખથી વધુ એક્ટિવ કોરોના કેસ 8 રાજ્યોમાં છે. 10 રાજ્યોમાં 50 હજારથી 1 લાખ સક્રિય કેસ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ અનુસાર, 7મે એ દેશમાં 4,14,000 કેસ સામે આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 2,63,000 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા બે દિવસમાં નવા કેસ 3,00,000થી ઓછા થઇ ગયા છે. 7મેએ આવેલા કેસની તુલનાએ આજના કેસ 27 ટકા ઓછા છે. માત્ર 8 રાજ્યોમાં 69 ટકા કેસ છે. 22 રાજ્યો એવા છે જ્યાં પોઝિટિવિટી રેટ 15 ટકાથી વધુ છે. 5-15 ટકા પોઝિટિવિટી વાળા 13 રાજ્યો છે.

બીજી તરફ દેશમાં સાપ્તાહિક કેસ પોઝિટિવિટી રેટ ઘટીને 16.9 ટકા થઇ ગયો છે. કેરળમાં 99,651 કેસ રિકવર થયા છે. માત્ર 8 રાજ્યો એવા છે જ્યાં દરરોજ 10 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે.

કોરોનાની જાણકારી આપતા કહ્યું કે, હજુ દેશની જનસંખ્યાના માત્ર 1.8 ટકા સંક્રમણની ઝપેટમાં આવ્યા છે. અમેરિકામાં તે 10.1 ટકા, બ્રાઝિલમાં 7.3 ટકા, ફ્રાન્સમાં 9 ટકા છે.