Site icon Revoi.in

એઇમ્સ ડિરેક્ટરે ચિંતા વ્યક્ત કરી, કોરોના સામે સંપૂર્ણ હર્ડ ઇમ્યુનિટી મેળવવી અશક્ય

Social Share

નવી દિલ્હી: દેશમાં એક તરફ કોરોના વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ દેશની સૌથી મોટી હોસ્પિટલ એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોના અંગે ચિંતાજનક આગાહી કરી છે. તેમણે કહ્યું હતું કે કોરોના સામે હર્ડ ઇમ્યુનિટી અંગે લોકોએ તેમની વિચારસરણી બદલવી જોઇએ. ચિંતાજનક બાબત એ છે કે સંપૂર્ણપણે હર્ડ ઇમ્યુનિટી મેળવવી અશક્ય છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, વ્યવહારુ જીવનમાં ભારત જેવા વિશાળ દેશમાં હર્ડ ઇમ્યુનિટી અંગે વિચારવું મુશ્કેલ છે. દેશમાં કોરોનાના અલગ અલગ પ્રકાર પડકારો ઉભા કરી રહ્યા છે તેવા સમયમાં આ બાબત આપણા માટે અશક્ય સમાન છે. ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરનાના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે.

કોરોના મહામારી સામેની ભારતની લડાઇમાં હજુ સુધી આપણે જીત્યા છીએ તેવા મથાળા હેઠળના તેમના પુસ્તક અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આપણા દેશમાં હર્ડ ઇમ્યુનિટી એવી બાબત છે કે જેને હાંસલ કરવી મુશ્કેલ છે. તેનું કારણ કોરોનાના અલગ અલગ પ્રકાર તેમજ લોકોમાં ઇમ્યુનિટીનું અલગ અલગ સ્તર છે.

(સંકેત)