Site icon Revoi.in

DCGIએ કોવેક્સીનની બાળકો પર ટ્રાયલને આપી લીલી ઝંડી, ટૂંક સમયમાં બાળકો માટે આવશે કોરોનાની રસી

Social Share

નવી દિલ્હી: કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે એક સકારાત્મક સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ ભારત બાયોટેકની કોરોના રસી કોવેક્સીનની 2 થી 18 વર્ષની ઉંમરના બાળકો પર બીજા/ત્રીજા ફેઝની ટ્રાયલ માટે લીલી ઝંડી આપી દીધી છે. ભારત બાયોટેક 525 વોલિન્ટિયર્સ પર રસીની ટ્રાયલ કરશે.

ભારત બાયોટેક આ ટ્રાયલ 2થી લઇને 18 વર્ષ સુધીના બાળકો પર ફેઝ 2 અને ફેઝ 3 હેઠળ કરશે. આ ટ્રાયલ 525 વોલિન્ટિયર્સ પર કરાશે. ટ્રાયલ દરમિયાન પ્રથમ અને દ્વિતીય વેક્સિનનો ડોઝ 28 દિવસના અંતરે આપવામાં આવશે.

ભારતમાં હાલમાં કોરોના વાયરસની બીજી લહેરનો કહેર જોવા મળી રહ્યો છે. આ લહેરે દેશની સ્વાસ્થ્ય સિસ્ટમને હચમચાવી નાખી છે. સમગ્ર દેશમાં અરાજક્તા વ્યાપી છે ત્યારે નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે ભારતમાં હજુ કોરોનાની ત્રીજી લહેર આવશે અને આ ત્રીજી લહેરમાં બાળકો પર કોરોનાની ઝપેટમાં આવશે.

નોંધનીય છે કે, વૈજ્ઞાનિકોની આ ચેતવણી બાદ સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને ત્રીજી લહેરની તૈયારીઓ અંગે સવાલ કર્યો હતો. બાળકોને સુરક્ષિત રાખવાના ભાગરૂપે રાજ્ય સરકારોએ અત્યારથી જ બાળકો માટે અલગથી હોસ્પિટલો બનાવવા પર કામ શરૂ કરી દીધું છે.

(સંકેત)