Site icon Revoi.in

ભારતીય રેલવેએ મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાથી સજ્જ AC કોચ કર્યો તૈયાર

Social Share

નવી દિલ્હી: ઇન્ડિયન રેલવે તેમના મુસાફરોને હરહંમેશ ઉત્તમ સવલતો પૂરી પાડવા માટે પ્રતિબદ્વ રહે છે. હવે મુસાફરો માટે ઇન્ડિયન રેલવેએ નવો થર્ડ AC કોચ તૈયાર કર્યો છે. આ કોચ ઘણી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. નવા કોચમાં સીટની ક્ષમતા વધારવામાં આવી છે. નવા કોચમાં 83 સીટ છે જ્યારે અત્યારે ચાલી રહેલા થર્ડ AC કોચમાં 72 સીટ હોય છે. નવા કોચને થ્રી ટિયર ઇકોનોમી ક્લાસ તરીકે ઓળખવામાં આવશે.

મુસાફરો માટે દરેક સીટ પર AC વેન્ટ

દરેક બર્થ એટલે કે પ્રત્યેક સીટ માટે AC વેન્ટની સુવિધા આપવામાં આવી છે. જેથી દરેક મુસાફર મુસાફરી દરમિયાન ઠંડી હવાની મજા માણી શકે. અત્યારે કોચના માત્ર ટોપ પર AC વેન્ટ હોય છે. મિડલ અને ઉપરના બર્થ પર ચઢવા માટે સરળ સીડી પણ આપવામાં આવી છે. રાત્રે અથવા ઓછા પ્રકાશ માટે LED લાઇટિંગ પણ આપવામાં આવી છે.

થ્રી ટિયર ઇકોનોમી ક્લાસ અથવા થર્ડ AC ઇકોનોમી ક્લાસના નવા કોચમાં મુસાફરી કરવી પેસેન્જરને મોંઘું નહીં પડે. તેનું ભાડું થર્ડ AC અને નોન AC સ્લીપર ક્લાસની વચ્ચે રહેશે. એટલે કે તમારે તેના માટે થર્ડ AC કરતાં ઓછું ભાડું ચૂકવવું પડશે.

જુઓ AC કોચનો વીડિયો

https://fb.watch/3ALYhFzpnK/

થર્ડ AC ઈકોનોમી ક્લાસમાં 83 બર્થ રહેશે

બંને કોચમાં મુખ્ય અંતર એ છે કે થર્ડ ACમાં અત્યારે 72 બર્થ હોય છે જ્યારે થર્ડ AC ઈકોનોમી ક્લાસમાં 83 બર્થ હશે. એટલે કે તેમાં 11 બર્થ વધારે હશે. થર્ડ ACનું ભાડું પહેલા કરતા વધી જશે અને થર્ડ AC ઈકોનોમી નવો ક્લાસ આવશે. થર્ડ ACના કોચમાં વધારે સીટો કાઢીને બનાવવામાં આવેલા થર્ડ AC ઈકોનોમી ક્લાસની સીટો થોડીક પાસે હશે.

ટોયલેટમાં પણ હશે અનેક સુવિધાઓ

નવા કોચમાં ટોયલેટ ડિઝાઈનમાં સુધારો કરવામાં આવશે. તેને દિવ્યાંગો ફ્રેન્ડલી બનાવવામાં આવ્યું છે. નવા કોચમાં ટોયલેટના ગેટને પહેલાં કરતાં વધારે પહોળો બનાવવામાં આવ્યો છે, જેથી વ્હીલચેર સરળતાથી અંદર જઈ શકે. આ સિવાય ટોયલેટમાં પાણી નાખવા માટે પગથી ઓપરેટ થતી સિસ્ટમ પણ અટેચ હશે.

(સંકેત)

Exit mobile version