Site icon Revoi.in

હવે રેલવે યાત્રીઓની મુસાફરી વધુ આરામદાયક બનશે, નવી સુવિધાઓથી સજ્જ થયા થર્ડ એસી કોચ

Social Share

નવી દિલ્હી: ભારતીય રેલવે પોતાના મુસાફરોની મુસાફરીને વધુ આરામદાયક અને શાનદાર બનાવવા માટે નવી નવી સુવિધાઓની જાહેરાત કરતી હોય છે. એક્સપ્રેસ ટ્રેનમાં નવા અપગ્રેડેડ એન્જિનને કારણે ટ્રેન વધુ ઝડપી બની છે તેમજ યાત્રીઓનો સફર દરમિયાન સમય પણ બચી રહ્યો છે. ટ્રેનમાં સાફ સફાઇથી માંડીને ભોજનમાં પણ અપડેશન જોવા મળી રહ્યું છે.

યાત્રીઓને મુસાફરી દરમિયાન શ્રેષ્ઠ અનુભવ મળે તે હેતુસર હવે ટ્રેનના કોચને પણ અત્યાધુનિક બનાવવામાં આવી રહ્યા છે. હવે થર્ડ એસી કોચ વિવિધ સુવિધાઓથી સજ્જ થયા છે. પ્રયાગરાજ-જયપુર એક્સપ્રેસના થર્ડ એસી કોચને અપડેટ કરવામાં આવ્યા છે. હવે કોચમાં 72 સીટની જગ્યાએ 83 સીટની વ્યવસ્થા કરાઇ છે.

તે ઉપરાંત આરામદાયક સીટ સાથે એક મોડ્યુલર ડિઝાઇન સાથે કોચને ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દરેક સિટી ધારકોને ચાર્જિંગની સુવિધા પ્રાપ્ત થાય તે માટે પર્સનલ USB પોર્ટ પણ મૂકવામાં આવ્યા છે અને સફર દરમિયાન વાંચવાના શોખીન યાત્રીઓ માટે રીડિંગ લેમ્પની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.