Site icon Revoi.in

હવે દરેક રેલવે કોચને એક રોબોટ સેનિટાઇઝ કરશે, જુઓ VIDEO

Social Share

નવી દિલ્હી: ભારતીય રેલવે યાત્રીઓને વધુને વધુ સવલતો પ્રદાન કરવા માટે હંમેશા પ્રયાસરત રહે છે અને એ રીતે પોતાના નેટવર્કનું પણ વિસ્તરણ કરતી રહે છે. ભારતીય રેલવે દ્વારા હાલમાં જ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોટેલ જેવા નવા કોચ શરૂ કરવામાં આવ્યા છે.

કોરોનાની ત્રીજી લહેરની આશંકાને જોતા હવે યાત્રીઓની યાત્રાને સુરક્ષિત કરવાના હેતુસર હવે રેલવેના દરેક કોચમાં કોરોના સંભવિત જગ્યાઓને ડિસઇન્ફેક્ટ કરવા માટે UVC લાઇટનો ઉપયોગ કરવામાં આવશે. અહીંયા ખાસ વાત એ છે કે, આ કામ એર રોબોટની મદદથી કરવામાં આવશે.

કોરોના મહામારીમાં યાત્રીઓને સંક્રમણથી બચાવવા માટે રેલવેએ આ પહેલ કરી છે. એક ખાસ પ્રકારનું વાયરલેસ યૂવી ડિવાઇઝ તૈયાર કર્યું છે. આ રોબોટની મદદથી ફક્ત અઢી મિનિટમાં આખો કોચ સેનિટાઇઝ થઇ શકશે. આ ડિવાઇઝની મદદથી આવનાર સમયમાં સંક્રમણને રોકવામાં પણ મદદ મળશે. આ રોબોટથી આખી ટ્રેનના 20 કોચને સેનિટાઇઝ કરવામાં 40 થી 45 મિનિટ લાગશે.

અત્યારે તો દિલ્હી-લખનૌ શતાબ્દીમાં તેનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે જ્યારે કાલકા શતાબ્દીમાં જલ્દી જ તેની શરૂઆત કરવામાં આવશે. ગ્રીનકાઇઝ એવિએશન ડાયરેક્ટર કેપ્ટન પવન અરોરાએ જણાવ્યું કે, આ પ્રકારની આવી પહેલી સિસ્ટમ છે જેને રેલવેએ અપનાવી છે.