Site icon Revoi.in

હવે મોબાઇલ સીમની જેમ વીજ કનેક્શન પણ બદલાવી શકાશે, મોદી સરકાર આ બિલ લાવી રહી છે

Social Share

નવી દિલ્હી: જેવી રીતે તમે તમારો મોબાઇલ નંબર પોર્ટેડ કરીને એક ટેલિકોમ કંપનીથી બીજી ટેલિકોમ કંપનીમાં બદલી શકો છો. તેમ હવે વીજ જોડાણની કંપની પણ બદલવા સક્ષમ થઇ શકશો. અત્યારે ચાલી રહેલા સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર ઇલેક્ટ્રિસિટી (અમેંડમેન્ટ) બિલ, 2021 (innovation electricity amendment bill 2021) ને કેબિનેટમાં મંજૂરી માટે મૂકી શકે છે.

આ નવા કાયદા બાદ એ ફાયદો થશે કે, ગ્રાહકો મોબાઇલ કનેક્શનને પોર્ટ કરે છે તે જ રીતે વીજ કનેક્શનની કંપની પણ બદલી શકશે. આનાથી વીજ ગ્રાહકોને વધુ સારી સુવિધા પ્રાપ્ત થશે.

ચોમાસું સત્ર 13 ઓગસ્ટ, 2021 ના ​​રોજ સમાપ્ત થશે. 12 જુલાઈ, 2021ના ​​રોજ જાહેર કરવામાં આવેલી લોકસભાના બુલેટિન મુજબ, વર્તમાન સંસદ સત્રમાં રજૂઆત માટે સરકારે જે 17 બિલ રજૂ કરવા લીસ્ટ તૈયાર કર્યું છે, તેમાં વીજળી (સુધારા) બિલ પણ શામેલ છે.

બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, વીજ કાયદામાં સૂચિત પ્રસ્તાવિત સંશોધનથી વિતરણ ધંધાથી લાઇસેન્સિંગ ખતમ થશે અને પ્રતિસ્પર્ધા આવશે. આ સાથે, દરેક કમિશનમાં કાયદાકીય પૃષ્ઠભૂમિના સભ્યની નિમણૂક કરવી જરૂરી રહેશે. આ ઉપરાંત, વીજળીના અપીલ ટ્રિબ્યુનલ (એપ્ટેલ) ને મજબૂત કરવા અને નવીનીકરણીય ખરીદી પ્રતિબદ્ધતા (આરપીઓ)ને પરિપૂર્ણ નહીં કરવા પર દંડ લાદવાની જોગવાઈ પણ કરવામાં આવશે.

શુક્રવારનો દિવસ સંસદના ચોમાસુ સત્રનો ચોથો દિવસ હતો. બંને સદનોમાં ભારે હોબાળો મચી ગયો હતો. હોબાળો થતાં લોકસભા 26 જુલાઇ સુધી મુલતવી રાખવામાં આવી હતી. સમગ્ર સત્ર માટે ટીએમસીના સાંસદ શાંતનુ સેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ટીએમસી સાંસદ પર કેન્દ્રીય પ્રધાન સાથે અભદ્ર વર્તનનો આરોપ છે.