Site icon Revoi.in

દિલ્હી સ્થિત ઇઝરાયલી દૂતાવાસની બહાર થયેલા બ્લાસ્ટ પાછળ ઇરાનનો હતો હાથ, આ માટે ભારતીયોનો જ કર્યો હતો ઉપયોગ

Social Share

નવી દિલ્હી: ચાલુ વર્ષે જાન્યુઆરીના અંતમાં નવી દિલ્હી સ્થિત ઇઝરાયલી દૂતાવાસ બહાર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ પાછળ ઇરાનનો હાથ હોવાનું એક રિપોર્ટમાં ખુલાસો થયો છે.

ભારતથી પોતાની દુશ્મની કાઢવા માટે ઇરાને ચાલાકીપૂર્વક ભારતના લોકલ મોડ્યૂલનો સહારો લીધો હતો. ઇઝારાયલી દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટને તપાસમાં જોડાયેલા NIA અને ઇઝરાયલી ગુપ્તચર એજન્સી મોસાદને મળેલા પુરાવાના આધાર પર આ જાણકારી મળી છે.

ઇઝરાયલી દૂતાવાસની બહાર બોમ્બલ બ્લાસ્ટની તપાસ કરતી એજન્સીને એક પત્ર મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે આ હુમલો 2 ઇરાની નાગરિકોની હત્યાનો બદલો લેવા માટે કરવામાં આવ્યા છે. આ માટે તપાસ એજન્સીએ બોમ્બ વિસ્ફોટની તપાસમાં અનેક એંગલો તપાસ્યા છે. આનાથી ખુલાસો થયો છે કે ઇરાનની કુદ્સ ફોર્સે આ વિસ્ફોટ કરાવ્યો હતો.

એક ન્યૂઝ પેપરના રિપોર્ટ અનુસાર ઇઝરાયલી દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટની પાછળ ઇરાન કુદ્સ ફોર્સનો હાથ હતો. પરંતુ આ બોમ્બ એક સ્થાનિક ભારતીય શિયા મોડ્યૂલે પ્લાન્ટ કર્યો હતો. એટલું જ નહીં જાણી જોઇને એવા પુરાવા છોડવામાં આવ્યા જેનાથી આ હુમલા પાછળ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટનો હાથ લાગે. આ યોજના હેઠળ દૂતાવાસની બહાર થયેલા વિસ્ફોટ બાદ એક અજાણ્યા સંગઠન જૈશ ઉલ હિંદે આની જવાબદારી લીધી હતી. જો કે હવે આતંક વિરોધી એજન્સીઓ ખરાઇ કરી ચૂકી છે કે આ હુમલો ઇરાનની કુદ્સ ફોર્સે ઇઝરાયલની વિરુદ્વ કર્યો હતો.

ઓળખ છતી  ન કરવાની શરતે એક તપાસ અધિકારીએ જણાવ્યું કે બોમ્બ વધારે તીવ્રતા વાળો નહોંતો. ન તો આનું લક્ષ્ય લોકોને નુકસાન પહોંચાડવાનું હતુ. એટલા માટે બની શકે છે કે ઇરાન કદાચ ભારતની સાથેના સંબંધો તણાવપૂર્ણ કરવા ન ઈચ્છતુ હોય, પરંતુ સંદેશ સ્પષ્ટ હતો કે સંકટ પણ અસલી હતુ.

(સંકેત)

Exit mobile version