Site icon Revoi.in

દેશમાં કોરોનાનું સંક્રમણ નાથવા દેશવ્યાપી લોકડાઉન પૂરતું નથી: રઘુરામ રાજન

Social Share

નવી દિલ્હી: કોરોનાની હાલની સ્થિતિને લઇને ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોરોના જેવી મહામારીને નિંયત્રણમાં લાવવા માટે દેશવ્યાપી લોકડાઉન પૂરતું નથી.

રાજને ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ એક ચિંતાજનક સ્થિતિ છે, જે લોકડાઉનમાં લોકોને કામ પર જવાથી રોકે છે. પરંતુ તે તેમને ઘરે રાખે છે અને જરૂરી નથી કે આ મકાનો પ્રાચીન પદ્ધતિ પ્રમાણે ખૂબ દૂર હોય તેના બદલે ત્યાં એક ઝૂંપડપટ્ટી પણ હોઈ શકે છે જ્યાં લોકો સાથે રહે છે.

બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર રાજને કહ્યું કે, કોરોના વાયરસનો ચેપ ફેલાતો અટકાવવો મુશ્કેલ છે. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, લોકડાઉન સમાજના ગરીબ વર્ગની મુશ્કેલીઓમાં વધારો કરશે.

કેન્દ્ર સરકારે અગાઉ જે લોકડાઉનની જાહેરાત કરી હતી, તેનાથી દેશનું અર્થતંત્ર હચમચી ગયું હતું. લાખો લોકોને તેમના ઘરમાં રહેવાની ફરજ પડી હતી, તેના કારણે મોટાભાગના લોકોની સામે ખોરાક તેમજ દવાઓ જેવી પાયાની સુવિધાઓની સમસ્યા ઉભી થઇ છે.

રઘુરામ રાજને તેમ પણ ઉમેર્યુ હતું કે, દેશની નબળુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોરોના સંક્રમણ સામે સરકારની લડતમાં અવરોધ ઉભો કરી રહી છે. હાલના સ્વાસ્થ્ય સંકટને પહોંચી વળવા માટે તમામ સંસાધનોનો ઉપયોગ કરવાની જરૂર છે.

કોરોના વાયરસ સામેના વૈશ્વિક યુદ્ધ અંગે આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નરે કહ્યું કે દેશો વચ્ચે મૂંઝવણ અને સંકલનના અભાવનો કોઈ ઇનકાર કરી શકાય નહીં.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દરેક દેશ ચિંતાતુર છે, તેથી થોડી મૂંઝવણ સમજી શકાય તેમ છે. બાકીના વિશ્વ વિશે વિચારતા પહેલા તમારે તમારા દેશમાં તબીબી પુરવઠા વિશે વિચારવું જોઇએ.

(સંકેત)