Site icon Revoi.in

નિકાહ માટે ધર્મ પરિવર્તન ખોટુ છે: અલ્હાબાદ હાઇકોર્ટ

Social Share

નવી દિલ્હી: ધર્મ પરિવર્તન અંગે અલ્હાબાદ હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી. અલ્હાબાદ હાઇકોર્ટે ઉત્તર પ્રદેશના લવ જેહાદના એક આરોપી જાવેદની જામીન અરજી ફગાવી હતી. કોર્ટે ટકોર કરીને કહ્યું હતું કે, માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન કરાવવું ખોટુ અને અયોગ્ય છે.

કોર્ટે ટકોર કરતા વધુ ઉમેર્યું હતું કે, અકબર-જોધાબાઇએ ધર્મ પરિવર્તન વગર જ લગ્ન કર્યા હતા. એકબીજાનું સમ્માન કર્યું અને ધાર્મિક ભાવનાઓનો પણ આદર કર્યો હતો. બન્નેના સંબંધોમાં ધર્મ ક્યારેય નથી આવ્યો. લોકોએ જોધાબાઇ અને અકબરમાંથી ઘણું શીખવું જોઇએ.

ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના નિવાસી જાવેદ પર એક હિંદુ યુવતી સાથે લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ હતો. યુવતીએ ધર્મ પરિવર્તન માટે સહી પણ કરી દીધી હતી. ધર્મ બદલતા જ એક જ સપ્તાહમાં બન્નેના લગ્ન થઇ ગયા. જોકે બાદમાં યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ કહ્યું કે મારી સાથે જાવેદે છેતરપીંડિ કરી છે.

યુવતીના નિવેદન પર જાવેદની ધરપકડ કરાઇ હતી. જેને પગલે બાદમાં જાવેદે અલ્હાબાદ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. આ મામલે સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઇકોર્ટે કહ્યું હતું કે, ધર્મ પરિવર્તન કરાવ્યા વગર પણ લગ્ન કરી શકાય. ધર્મ આસ્થાનો વિષય છે.

પોતાના જીવન સાથીનો કોઇ પણ ધર્મ હોય, તેની આસૃથા હોય તે દરેકનું સન્માન જાળવવું જોઇએ. તેને ધર્મ પરિવર્તન કરાવવા ન કહેવું જોઇએ. પોતાની મરજીથી ધર્મને પસંદ કરવાનો પણ દરેકને અિધકાર છે પણ દબાણ, લાલચ અને છેતરપીંડિથી કરવામાં આવેલુ ધર્મ પરિવર્તન બહુ જ ખતરનાક છે.