Site icon Revoi.in

પીએમ મોદીએ નેશનલ ડિજીટલ મિશનની શરૂઆત કરી, દરેક ભારતીયોને આ ફાયદો થશે

Social Share

નવી દિલ્હી: પીએમ મોદીએ રાષ્ટ્રીય ડિજીટલ સ્વાસ્થ્ય મિશનની શરૂઆત કરી. NDHMના અંતર્ગત દરેક ભારતીયને એક યૂનિક ડિજીટલ હેલ્થ આઇડી મળશે અને તેનાથી દેશમાં એક ડિજીટલ હેલ્થ સિસ્ટમ તૈયાર કરી શકાશે. આપને જણાવી દઇએ કે પીએમ મોદીએ 15 ઑગસ્ટ, 2020ના રોજ લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રીય ડિજીટલ સ્વાસ્થ્ય અભિયાનની પાયલટ યોજનાની ઘોષણા કરી હતી. હાલમાં 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ યોજનાને લાગૂ કરાશે.

પીએમ મોદીએ લોન્ચિંગ દરમિયાન જણાવ્યું હતું કે, સ્વાસ્થ્યના ક્ષેત્રમાં આ એક ક્રાંતિકારી પગલું છે. દેશની ગરીબ તેમજ મધ્યમવર્ગીય લોકોની સારવારમાં આ યોજનાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હવે ડિજીટલ ફોર્મમાં આવવાથી તેનો વિસ્તાર થઇ રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે ડિજિટલ ઇન્ડીયા અભિયાને દેશના સામાન્ય નાગરિકની તાકાત વધારી દીધી છે. આપણા દેશની પાસે 130 કરોડ આધાર નંબર, 118 કરોડ મોબાઇલ યૂઝર, 80 કરોડ ઇન્ટરનેટ યૂઝર, 43 કરોડ જનધન બેંક એકાઉન્ટ છે, આવું દુનિયામાં ક્યાંય નથી.

આરોગ્ય સેતુ એપ અંગે જણાવ્યું હતું કે, આરોગ્ય સેતુ એપ દ્વારા કોરોના સંક્રમણ ફેલાતા રોકવામાં મદદ મળી, આ સાથે જ ભારત બધાને વેક્સિન મફત આપવામાં આવી રહી છે. અત્યારસુધી 90 કરોડ લોકોનું વેક્સિનેશન થયું છે. તેમાં ખાસ કરીને કો-વિનનો મોટો રોલ છે. કોરોનાકાળમાં ટેલિમેડિસિને પણ તમામની મદદ કરી છે, આયુષ્માન યોજના હેઠળ અત્યારસુધી 2 કરોડ દેશવાસી નિશુલ્ક સારવાર કરાવી ચૂક્યા છે.

જન  ધન, આધાર અને મોબાઇલ (JAM) ટિનિટ્રી સને સરકારની અન્ય ડિજિટલ પહેલોના રૂપમાં તૈયાર માળખાના આધારે એનડીએચએમ (NDHM) સ્વાસ્થ્ય સંબંધી વ્યક્તિગત જાણકારીની સુરક્ષા, ગોપનીયતા અને ગુપ્તતાને સુનિશ્ચિત કરીને એક વિસ્તૃત શ્રૃંખલાની જોગવાઈના માધ્યમથી ડેટા, માહિતી અને જાણકારીનું એક સહજ ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કરશે.