Site icon Revoi.in

મોદી સરકાર દેશના કરોડો શ્રમિકો અને વર્કર્સને આપશે મોટી ભેટ, આ ફાયદો થશે

Social Share

નવી દિલ્હી: દેશમાં કરોડો શ્રમિકો અને કામદારોને આજે મોદી સરકાર ભેટ આપવા જઇ રહી છે. આજે મોદી સરકાર ઇ શ્રમ પોર્ટલની શરૂઆત કરશે.

કેન્દ્રીય શ્રમ તથા રોજગાર મંત્રાલય તરફથી કરવામાં આવેલી આ પહેલથી લગભગ 38 કરોડ શ્રમજીવીઓને ફાયદો થશે.

દેશના હજારો શ્રમિકો અને કામદારોની મદદના હેતુસર એક રાષ્ટ્રીય ટોલ ફ્રી 14434 પણ શરૂ કરવામાં આવશે. જેના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. આ પહેલથી શ્રમિકોને એક ઇ શ્રમ કાર્ડ જારી કરવામાં આવશે. જેમાં 12 અંકનો યુનિક નંબર રહેશે. ઇ શ્રમ કાર્ડથી દેશના કરોડો અંસગઠિત કામદારોને એક નવી ઓળખ મળશે. આખા દેશમાં ઇ-શ્રમ કાર્ડ માન્ય રહેશે.

સરકારે અસગંઠિત વિસ્તારના શ્રમિકોના ડેટા બેઝ તૈયાર કરવા માટે પગલાં ભર્યા છે. આ પગલાનો હેતુ સરકારની સામાજીક સુરક્ષા યોજનાઓનું એકીકરણ કરવાનું છે. શ્રમિકોનું વિવરણ રાજ્ય સરકારો તેમજ વિભાગો દ્વારા પણ શેર કરવામાં આવશે. મંગળવારે શ્રમ મંત્રીએ ઇ-પોર્ટલ રજૂ કર્યું હતું.

નોંધનીય છે કે, ગત વર્ષે કોરોના સંક્રમણને અંકુશમાં લાવવા માટે લાગૂ કરવામાં આવેલા લોકડાઉન બાદ દેશના લાખો શ્રમિકો અને કામદારોની હાલત કફોડી બની હતી. તેઓની રોજી રોટી પર સંકટ આવી ગયું હતું. આ ઘટના બાદ તેનો ડેટા બેઝ તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જો કે ડેટાબેઝ તૈયાર કરવામાં વિલંબ થયો હતો અને સુપ્રીમ કોર્ટે પણ ત્વરિત ડેટાબેઝ તૈયાર કરવા માટેના નિર્દેશ આપ્યા હતા.